
ડભોઇ તાલુકાના પુડા ગામે રહેતો યુવાન કુંઢેલા ખાતે યુનિવર્સીટીમા સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતો હતો. તેનુ લગ્ન વાઘોડીયાના માડોધર ગામે થયુ હતુ.આ બે દીકરીના પિતાની લાશ તેના ખેતરના શેઢા પાસે સવારમા મળી હતી.જેથી ગામના સરપંચ અને મરનારના ભાઈએ પોલીસને ખબર કરતા ડોગ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ડભોઇ તાલુકાના પુડા ગામે ગત રાત્રીના ચામુંડા માતાના મંદિરે માતાજીનો માંડવો હતો.ત્યારે ધાર્મિક પ્રસંગ હોવાથી ગામ લોકો મંદિરે જમવા ગયા હતા.ત્યાથી પરત આવી સુઇ ગયા હતા.ત્યારે મૃતક હસમુખભાઇ ભવાનભાઇ ચૌહાણે રાત્રીના 8-30 વાગે પોતાની પત્નિ સુરેખાબેનને કહ્યું હતું કે હુ કામથી જાઉ છુ. મોડુ થાય તો મને ફોન ના કરતી. જે બાદ ઘરેથી હસમુખભાઇ ચૌહાણ કોઇ કામ અર્થે ગયા હતા. ત્યારબાદ મોડેથી ફોન કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો. છેક સવારે ગામની સીમમાંથી ભાટીયાવગાના ખેતરના શેઢા પાસે લોહી લુહાણ હાલત મા હસમુખ ચૌહાણની લાશ મળી આવી હતી.લાશ ને જોતા માથાના પાછળ ના ભાગે, માથામા વચ્ચે અને જમણી આંખ પર ધારદાર ભારે હથિયારથી અજાણ્યા હત્યારાઓએ નિર્દયતાપુર્વક ઘા માર્યા હતા. મૃતકના ભાઈની ફરીયાદન આધારે ડભોઇ પોલીસે સ્થળ પર જઈ ડોગ સ્કવૉડ ની મદદ સાથે હત્યાના ગુંહા નો ભેદ ઉકેલવા માટે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
આડા સબંધમા હત્યા થઈ હોવાની આશંકા
ડભોઇ તાલુકાના પુડા ગામે યુવાન ની હત્યા પાછળનુ કારણ પ્રેમ પ્રકરણ અને કોઇની સાથે આડા સબંધની આશંકા સેવાઈ રહી છે. કારણ કે મૃતક હસમુખ ચૌહાણ હત્યાની રાત્રે ઘરેથી નિકળ્યો હતો ત્યારે પોતાની પત્નિ ને ફોન ના કરવાનુ જણાવ્યુ હતુ.જેથી ઘર પરીવારના લોકોને તે કયા જાય છે, કોને મળવાનુ છે, ફોન કરવાની કેમ ના પાડી હતી, આવા અણિયારા પ્રશ્નો હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કે આડા સબંધો નુ કારણ બની શકે તેવી આશંકા સેવાઇ રહી છે.
