Vadodara

જુગાર રમતા પાંચ ખેલીઓને કુલ રૂ.15,750ના મુદામાલ સાથે ઝડપી પાડતી જવાહરનગર પોલીસ…

હારજીતનો જુગાર રમતા પાંચ ખેલીઓને કુલ રૂ.15,750ના મુદામાલ સાથે ઝડપી પાડતી જવાહરનગર પોલીસ

અંગઝડતીના રોકડ રૂ.13000 તથા જમીનદાવના રૂ. 2750 મળી કુલ રૂ. 15,750 નો મુદામાલ ઝડપી પાડ્યો

બાજવા ગામમાં આવેલા ખુલ્લા મેદાનમાં પતાપાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ તથા જમીનદાવના મળીને કુલ રૂ. 15,750ના મુદામાલ સાથે જવાહરનગર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જવાહરનગર પોલીસની ટીમ પોલીસ ઇન્સપેક્ટર એ.બી.મોરીના માર્ગદર્શન હેઠળ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાજવા ગામ ખાતે આવેલા જશવંતનગર પાસે ખુલ્લા મેદાનમાં પતા પાનાં વડે હારજીતનો જુગાર રમતાં પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની તપાસ કરતાં તેઓ પાસે અંગ જડતીના રોકડ રૂ. 13000 તથા જમીનદાવના રૂ.2750 મળી કુલ રૂ. 15,750નો મુદામાલ કબજે કરી પાંચેય ઇસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ

  1. સિકંદર શરીફભાઇ ઘાંચી (રહે. 122,ગાયત્રી સોસાયટી, બાજવા)
  2. દેવીદાસ વામનભાઇ સિરસાદ (રહે. નહેરુનગર, બાજવા)
  3. ઇશ્વરભાઇ જેતાજી વણઝારા (રહે. પહેલી ગલી, નહેરુનગર, બાજવા)
  4. શરીફભાઇ હુસેનભાઇ ઘાંચી (રહે. ધનકૂવા, કરચીયા ગામ)
  5. ઇરફાનભાઇ અલારખા ખલ્યાણી (રહે. 48, ગાયત્રી સોસાયટી, બાજવા)

Most Popular

To Top