Charchapatra

જાત સાથે લગ્ન

એક સમાચાર પત્રના સમાચારમાં ‘વડોદરાની એક યુવતી પોતાની સાથે જ લગ્ન કરશે’ના શીર્ષકથી રજૂ થયેલ સમાચારમાં અન્ય ભારતીય દુલ્હનની જેમ જ ક્ષમા બિંદુ નામની યુવતી તા. 11 જુલાઈએ દુલ્હનની જેમ તૈયાર થઈ પોતાની જાત સાથે જ લગ્ન કરશે. 24 વર્ષની આ યુવતી પાનેતર અને ઘરેણાંની ખરીદી કરી બ્યુટી પાર્લર પણ બુક કરાવી દીધા છે. ત્યારે સમલૈગિક સંબંધોની માન્યતા પછી આ રીતે જાત સાથે લગ્ન કરનારને પણ માન્યતા આપવામાં આવશે? જો આ પ્રશ્નનો જવાબ હામાં હોય તો પૃથ્વી પર ધીમે – ધીમે ઘણો બદલાવ આગામી સમયમાં જોવો જ રહ્યો. એક તરફ યુવતીઓની કમીથી યુવાનો (સક્ષમ) સિસ્ટમમાં રહી શકતા નથી, ત્યારે આ રીતે કદાચ દુનિયાનો પ્રથમ પ્રસંગ જાત સાથે લગ્ન કરવાનો તે અટકાવવા માટે બરોડાની સ્થાનિક NGOએ સક્રિય થઈ આ શરૂઆત અટકાવવી જ રહી.

સુરત     – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top