વડોદરા: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર ચાલુ જ થતા માલધારી સમાજની જીત થઈ હતી. ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત ખેંચતા માલધારી સમાજના ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે બિલ પરત ખેંચવા માટે અનુમતિ આપી હતી. આમ તો છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાની માંગ કરી રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની આજથી શરૂ થયેલ બે દિવસીય સત્રમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ કોઈપણ મહાનગર પાલિકામાં કોઇને પણ તકલીફના પડે તે માટે આ નિર્ણય લેવામા આવ્યો હતો. અને તમામ રીતે ઢોર નિયંત્રણ કાયદો સર્વાનુમતે પાછો ખેંચવામાં આવ્યો છે. આ નિર્ણય લઈને સરકારે રાજ્યોનું હિત જાળવ્યું છે. રાજ્ય સરકાર જેટલા પ્રશ્નો ઉકેલાય એટલી તૈયારી દાખવે છે. અનેક રાજ્યોની અલગ-અલગ પરિસ્થિતિ હોય છે. ચર્ચાથી દરેક પ્રશ્નોનો ઉકેલ આવતો હોય છે.
જ્યારે બીજી તરફ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેચવા કોંગ્રેસના ધારાસભ્ય જણાવ્યું હતું કે આ બિલનો અભ્યાસ કર્યા વિનાજ લાવવામાં આવ્યું હતું. જેથી સરકારને મોડે મોડે જાણ થતા કે આ બિલ ખોટું છે જેથી તેમણ આ બિલ પાછું ખેંચવાનો વારો આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે ગૌ માતા રોડ પર ન આવે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. અકસ્માત જેવી ઘટના ન બને તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.
માલધારી સમાજ હજુ પણ અડગ, તેમના પર કરાયેલા કેસ પરત ખેંચવાની માંગ
હજુ પણ પશુ પલકોની માંગણી છે કે, આ કાયદો ખોટી રીતે લાવવામાં આવ્યો હતો. ઢોર પકડવા મામલે દંડમાં પણ વધારો કરવાનો કાયદો અને પકડવાનો કાયદો છે ત્યારે આ કાયદો લાવવાની જરૂર નથી. આ કાયદો લાવવાથી માલધારી સમાજ આવેશમાં આવી ગયો હતો. આ મામલે માલધારી સમાજે શેરથા ખાતે મોટું સંમ્મેલન કર્યું હતું. આજે માલધારીઓની જીત થઈ છે. આવનાર સમયમાં શહેરીકરણ થાય તેનો વાંધો નથી પરંતુ પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે જે માલધારીઓ પર કેસ કર્યો હતો તે પરત ખેંચવામાં આવે તેવી માંગણી છે. – માલધારી સમાજ અગ્રણી
પશુપાલકો-શહેરીજનોનું હિત જળવાય તે જરૂરી
મેં પહેલા પણ જણાવ્યું હતું કે ગામડાઓ શહેરમાં ભળી જવાને પરિણામે શહેરીકરણ વધવાને કારણે ગયો રસ્તે જોવા મળી રહી છે. શહેરીકરણ વધવાને કારણે ગામડાઓ શહેરમાં આવી ગયા છે. જ્યારે સરકારે ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચિયો તેથી અમે ખુશી વ્યક્ત કરી રહ્યા છે પણ અમારી જે માંગ ક તે નું શું ? શહેરીજનોને જે અકસ્માત થાય છે તેનું પણ દુઃખ છે પરંતુ સરકારે વડોદરા શહેરમાં ચારે ઝોનમાં જગ્યા પશુ પાલકો ને ફાળવી જોઈએ અને પશુ પાલકો પણ સ્થળાંતર કરવા તૈયાર જ છે પણ સરકારે પશુ પલકોને પણ સંભાળવા જોઈએ.
(જહાં ભરવાડ , કોંગ્રેસ નગરસેવક વોર્ડ.૧)