વાઘોડિયામાં અછોડા તોડો નો આતંક અવિરત રહેતા વધુ એક વૃદ્ધાના ગળા માંથી સોનાનો ચેન નક્કી ને લૂંટારું બિન્દાસ ફરાર થઈ ગયો.
વાઘોડિયા ગામમાં આવેલ દ્વારકાધીશના મંદિર પાસે પુરાણી ફળિયામાં રહેતા 75 વર્ષના શાંતાબેન રતિલાલ શાહ એકલા જ રહે છે. તેમનો એક પુત્ર પ્રદીપ વડોદરા ખાતે રહે છે.14 મી તારીખે સાંજે શાંતાબેન ઘરના ઓટલા ઉપર બેઠા હતા જમવાનો સમય થતાં ઘરમાં જવા માટે ઊભા થતા હતા ત્યાં જ એક કાળા કલરની મોપેડ લઈને ચાલક આવ્યો અને વૃદ્ધાને રામેશરા અને ગુતાલ કઈ બાજુ આવ્યું તેવું પૂછતા શાંતાબેન નજીક જઈને વાતચીત કરવાનો પ્રયાસ કરતા હતા તકનો લાભ લઈને લૂંટારો એ આંખના પલકારામાં શાંતાબેને પહેરેલો 80,000 નો સોનાનો ચેન ઝનૂનભેર આંચકીને પલાયન થઈ ગયો હતો ફળિયામાં ચેન લૂંટની ઘટના વાયુવેગે ફેલાઈ જતા સ્થાનિક રહીશું માં ફફડાટ વ્યાપી ગયો હતો. સોનાનો ચેન લુંટાઈ ગયા બાદ ફરીયાદ નોંધાવવાથી કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે તેવી બીક હતી શાંતાબેન એ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ સ્થાનિક રહીશોએ હિંમત અને આશ્વાસન આપતા બે પુત્રીઓ સાથે જઈને વૃદ્ધાએ વાઘોડિયા પોલીસમાં મથકે અજાણ્યા લૂંટારો વિરુદ્ધ લુટ નો ગુનો નોંધાવ્યો હતો વાઘોડિયા પોલીસે લુટારોના સગડ મેળવવા સીસીટીવી ફૂટેજ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે.