પ્રતિનિધિ ગોધરા તા.10
ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પંચમહાલ-ગોધરા પેરોલ-ફર્લો સ્કવોડેને ટેકનિકલ અને હ્યુમન સોર્સીસ દ્વારા બાતમી મળી હતી કે, ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપી આસિફ ઈકબાલ હુસેન તેના ઘરે હાજર છે. આરોપી આસિફ ઈકબાલ હુસેન ગોધરાના ધંત્યા પ્લોટ, હમીરપુર રોડ પર આવેલી મોહમંદી સોસાયટી સામે રહે છે.આ બાતમીના આધારે, પેરોલ-ફર્લો સ્ટાફે તાત્કાલિક દરોડો પાડી આરોપી આસિફ ઈકબાલ હુસેનને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.