પ્રતિનિધિ ગોધરા તા.01
ગોધરાના ધારાભ્ય સી કે રાઉલજી દ્વારા જિલ્લાના ખેડૂતોને નર્મદા મુખ્ય કેનાલ તથા પાનમ હાઈ લેવલ આધારિત સિંચાઈ સુવિધા અને મુખ્ય કેનાલની સુધારણાની મુખ્યમંત્રી, ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે.
પંચમહાલ જીલ્લા અને ગોધરા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવાની યોજનાઓ અને પાનમ નહેર, હાઈ લેવલ કેનાલ સહિત નર્મદા મુખ્ય કેનાલ આધારિત સિંચાઈ યોજનાઓ માટે ધારાસભ્ય ગોધરા દ્વારા વિભાગમાં અને સરકારમાં ભલામણ કરાઈ હતી. જેઓની રજૂઆત અને ભલામણ અન્વ્યે સબંધિત કચેરીઓએ સર્વે કરી અંદાજો બનાવી સરકાર હસ્તકના વિભાગોમાં મોકલી આપી હતી. પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને નર્મદા નહેરમાંથી પાનમ મુખ્ય નહેરમાં પાણી નાખવા માટે પંચમહાલ જિલ્લાના તળાવો અને જળાશયો ભરવાની યોજના માટે સરદાર સરોવર નિગમ હસ્તકની નર્મદા મુખ્ય નહેર મારફતે રત્નેશ્વર થી હડફ ડેમ અને રત્નેશ્વર થી પાનમ મુખ્ય નહેરથી ગોધરા તાલુકા સહિત પંચમહાલ જીલ્લાના જુદા જુદા તળાવો ભરવા નર્મદા મુખ્ય કેનાલમાંથી ૨૫૦ એમ. સી એમ પાણીનો જથ્થો ઉપાડવાની મજૂરી આપવાથી અંદાજિત ૨૭૦૦૦ હેક્ટર વિસ્તાર માં સિંચાઈનું પાણી મળી શકે તેમ છે.
પંચમહાલ જીલ્લો મુખ્ય પાનમ મુખ્ય નહેર પર આધાર રાખે છે. પાનમ મુખ્ય નહેરની કમાન્ડ વિસ્તાર માં કોપીંગ પેટર્ન બદલાઇ જવાથી હાલ માં છેવાડા વિસ્તારને સિંચાઇ સુવિધા પુર્રી પાડવામાં મુશ્કેલી સર્જાય છે.જે માટે પાનમ હાઇ લેવલ નહેર થી પાનમ મુખ્ય નહેરને જોડી પાનમ મુખ્ય નહેરના કમાન્ડ છેવાડાના વિસ્તાર ને પાણીની ઘટ પડતા વિસ્તારને ૧૦૦ ક્યુસેક સિંચાઇ પાણીની આપવાની યોજના પાનમ યોજના વર્તૂળ કચેરી દ્વારા તા.૨૪-૦૪-૨૦૨૫ ના રોજ વિભાગમાં રૂ.૬૮.૮૧ કરોડ ની યોજના ની દરખાસ્ત સાદર કરવામાં આવેલ છે. જેથી સદર યોજનાની દરખાસ્તની સૈદ્ધાતિક મંજુરી આપી તેને અમલમાં મૂકવાથી છેવાડા વિસ્તારની સિંચાઇના પાણીની ઘટની સમસ્યાનું નિરાકરણ થશે.
પાનમ મુખ્ય નહેરની સાંકળ ડીસ્ટ્રીબ્યુટરીમાંથી ૧૬ (સોળ) માઇનોર અને સબ માઇનોર ની ડીસ્ટ્રીબ્યુટરી કુલ ૪૩૯૦.૩૦ હેકટર વિસ્તાર છે. જેથી પાણીની ખુબજ ઘટ પડે છે.જેથી પાનમ મુખ્ય નહેરની સાં.૫૨.૧૧૦ પરથી સદર ડીસ્ટ્રીબ્યુટરીની સાંકળ- ૬૨૦૦ મી પાઇપ લાઇન મારફ્તે સીધુ સિચાંઇ નું અર્થે પાણી નાખવામાં આવે તો ઘટ નિવારી શક્ય અને ગોધરા તાલુકાના નદીસર ગામના ૧૦૦૦ હેકટર વિસ્તારને સિંચાઇની સુવિધા આપી શકાય તેમ છે.
પાનમ મુખ્ય નહેરની ૯૦૦ ક્યુસેક કેપીસિટી વધારવા માટે ૦ થી ૧૦૦ કિમી નહેરનું નવીનીકરણ કરવા માટેના સર્વેની કામગીરી તથા અંદાજો બનાવવા માટે પણ ધારાસ ભ્ય ગોધરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
સરકારમાં આવેલ વિવિધ દરખાસ્ત માટે મુખ્ય ઇજનેર, અધિક સચિવ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને ક્લપર વિભાગ, સચિવ , પાણી પુરવઠા વિભાગ પંચમહાલ જિલ્લાના પાનમ યોજના વર્તુળના અધિકારીઓને ધારાભ્ય ગોધરાની ઉપસ્થિતિમાં આ યોજનાઓની વહીવટી મંજૂરી મળે અને કામો શરૂ થાય તે માટે ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. ટૂંક સમયમાં સિંચાઈ યોજનાઓ અને કેનાલની કામગીરી શરૂ થવાની છે. જેનો લાભ જિલ્લા ખેડૂતોને મળી રહેશે.
આ રજૂઆત સમયે ગોધરા એપીએમસી ચેરમેન પ્રવીણસિંહ રાઉલજી, કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતાં. જિલ્લાના ખેડૂતોની લાગણી અને માંગણીઓ રજૂઆત અન્વયે આભાર વ્યક્ત કર્યો હતો.