ગરબાડા આઝાદ ચોક પાસે ગુલબારથી ગોંડલ જતી એસ.ટી બસમાં મુસાફરો ફૂલ ભરેલા હોવા છતાં દારૂના નશામાં આવેલા ત્રણ લોકો જબરજસ્તી બસમાં ચઢવાની કોશિશ કરતા હતા. તેઓને ડ્રાઈવરે બસમાં ચઢવાની ના પાડતા ડ્રાઇવરને માર માર્યો હતો અને તેના કપડા પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ તેમાંથી એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
