Charchapatra

‘ખરાબ રિવાજ સમાજનું કેન્સર છે.’

દિનેશભાઈ પંચાલના આ શબ્દ આજનાં સમયની સામાજિક પીડા છે. શુભપ્રસંગે બિનજરૂરી વધારાનાં ખર્ચા થકી તેની પ્રગતિ પાંચ-દસ વર્ષ પાછળ જતી રહે છે. પણ આ આજના માણસને કોણ સમજાવે? હમણાં દેખાદેખીની ફેશન ચારે તરફ છે. દક્ષિણ ગુજરાતમાં વસતો આદિવાસી ચૌધરી સમાજ એમનાં લગ્ન પહેલાનો સગાઈ (ચાંદલા) (પીણું )નો પ્રસંગ આજે પણ પારંપરિક રીતે ઉજવે છે. એની નોંધ એટલા માટે લેવી પડે કે એ એક વ્યવહારુ, બિનખર્ચાળ, સમયની બચત કરતો રિવાજ આજે પણ જળવાયો છે. સગાઈ પ્રસંગે બન્ને પક્ષનાં સબંધી ઓ ભેગા થાય (મોટા ભાગે બપોર પછી) પાટલે વર-વધુ એકબીજાને હારતોરા કરે, કન્યાને સાડી અપાય પછી કન્યા તમામ વડીલોને પગે લાગે અને માંડવે આવેલા તમામ વડનાં પાનમાં શુકનવંતુ ગોળનું પીણું પીવડાવાય, માત્ર ગોળ ઘાણો શુકનમાં અપાય તે પણ વડનાં પાનમાં શુકનમાં સાકર પડો અપાય બન્ને પક્ષનું લખાણ થાય એમાં પણ લગ્ન વખતે ૫૧ રૂ. અને કન્યાને ચાંદીનું મંગલસૂત્ર અને લગ્નની વાત નક્કી થાય. આ સરળ પદ્ધતિ આજના સમયે આશ્ચર્ય છે. લેખિત કરારમાં માતાપિતા, બન્ને પક્ષની સહી થાય આ બધુ એટલુ જ સાહજિક પારંપરિક ને વ્યવહારુ અને બિનખર્ચાળ છે દરેક સમાજે અપનાવવા જેવું ખરું . -બામણિયા – મુકેશ બી. મહેતા

Most Popular

To Top