કાલોલ: કાલોલ તાલુકાના ના ઘુસર સહીત ગોધરા નજીક પોપટપુરા કાંકરી ખાણ વિસ્તાર માં ગેરકાયદેસર ચાલી રહેલ બે જેટલાં રેતીના પ્લાન્ટ સીઝ કર્યા તથા આ પ્લાન્ટ માં ગેરકાયદેસર રીતે એકઠી કરેલ રેતી ના જથ્થા ને સીઝ કર્યો ખનીજ ખનન અને વહન દરમ્યાન માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી વહન માં ઉપયોગ લેવાતા એક ટ્રેક્ટર સહીત 13 લાખનો મુદામાલ કબ્જે લઇ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી માફીયાઓ ના કાન પકડ્યા નોંધનીય છે વહીવટી તંત્ર ને પડકારતો વિડિઓ થયો હતો.
વાયરલ અને આ વિડીઓમાં કાલોલ ના સગનપુરા ગામનો યુવાન સ્ટંટ કરતો હતો. ઉલ્લેખનીય છે કે ઘુસર અને સુરેલી પંથકમાં બેફામ રેતીખનન કરવામાં આવી રહ્યું છે ઘુસર ગામના સરપંચ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે.સુરેલી અને ઘુસર ગામના પટમાં તાજેતરમાં બે જૂથો વચ્ચે રેતી ખનન બાબતે સામસામે ફરિયાદો પણ થઈ હતી. ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલ ગેરકાયદેસર રીતે ચાલતા રેતીના પ્લાન્ટ ઉપર પ્લાસ્ટિકની બેગો મા રેતી ભરીને સંભવત રાજ્ય બહાર મોકલવાનું ચાલતું હોવાની માહિતી મળી છે.