(પ્રતિનિધિ) ખંભાત તા. 8
ખંભાતના રેલવે ફાટક નજીક બની રહેલા બ્રીજ નીચે હોન્ડા કંપનીની ચાલુ સફેદ કલરની કારમાં આગ લાગી હતી.જેને લઈને દોડધામ મચી જવા પામી હતી.ખંભાતના લાડવાડામાં રહેતા હેમંતકુમાર રણછોડભાઈ પોતાની હોન્ડા કંપનીની GJ 1 HM 6588 નંબરની કાર લઈને રેલવે ફાટક ક્રોસ કરી રહ્યા હતા.ત્યારે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નજીકમાં બની રહેલા બ્રીજ નીચે કારને ઊભી કરી દીધી હતી.અને કારચાલક કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.સોમવારના રોજ બપોરે 3 કલાકની આસપાસ ચાલુ કારમાં લાગેલી આગની જાણ ખંભાતના ઓએનજીસી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.જેથી ongc અને નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ આગને કાબુમાં કરી હતી. આગ લાગવાની ઘટનામાં નજીકમાં પ્રાંત કચેરીના કર્મચારીઓએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. જોકે ચાલુ કારમાં લાગેલી આગ દરમિયાન કારચાલકની સમય સૂચકતાને કારણે ચાલકનો આબાદ બચાવો થયો હતો.આગ લાગવાથી કારમાં 2 લાખનો નુકશાન પહોંચ્યું હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી હતી.