સાર્સ કોવિ-2, કવિડ-19, કોરોના વાયરસ -આ ચેપી વાયરસ જોત-જોતામાં મહામારીનું સ્વરૂપ લઇ લેશે તેની કોઇને જાણ નહોતી. આ વાયરસ પાછલા એક વર્ષમાં વિશ્વભરમાં કુલ 2,338,298 લોકોનો ભોગ લીધો છે. એમાં જો એપ્રિલ મહિનાની આસપાસના સમયમાં તમે ઇટલીના દ્રશ્યોને યાદ કરો તો તમને યાદ આવશે ઇટલીના PMની એ પ્રેસ કોન્ફરન્સ જેમાં તેઓ રડી પડ્યા હતા અને કોરોનાથી થતા મોત સામે લાચાર હતા.
હવે આપણે પાસે ઘણઈ રસીઓ આવી ગઇ છે, છતાં કોરોના ક્યાંથી આવ્યો , કઇ રીતે આવ્યો એ અંગે આપણા કોઇની પાસે માહિતી નથી. WHO ની એક ટીમ કે જે કોરોનાના ઉદ્બવ અંગે ચીનમાં તપાસ કરવા પહોંચી હતી, તેણે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.
ચીની ટુકડીના વડા લીઆંગ વાન્નીઅને જણાવ્યું હતું કે પ્રાણીઓના સંક્રમણની સંભાવના છે, પરંતુ વાયરસના મૂળ સ્ત્રોતની ઓળખ હજુ બાકી છે.
જાણાવા મળ્યુ છે કે WHO એ ચીનમાં તપાસ સમેટી લીધી છે, જો કે પત્રકારોને આ ટીમની નજીક જવા દેવામાં આવતા નહોતા. આપણે બધા જ જાણીએ છીએ કે ચીને લાંબા સમય સુધી WHO ની ટીમને તપાસ માટે આવવા દેવાની મંજૂરી આપી નહોતી. ત્યાર પછી જ્યારે આજે આ ટીમે પ્રેસ કોન્ફરન્સ કરી આશા હતી કે કોરોનાના ઉદ્ભવ વિશે સાચી અને સચોટ માહિતી મળે, જો કે WHO ની ટીમના અનિર્ણાયક નિવેદન પછી આ આશા પર પાણી ફરી વળ્યુ છે. આ ટીમના વડાએ સપષ્ટતા કરી છે કે કોરોના ચીનની લેબમાં બન્યો હોય એ સંભાવના નહીંવત છે.
રસી આવ્યા પછી બધાને એક જ પ્રશ્ન થતો હશે કે કોરોના (Corona virus/Covid-19) ક્યારે જશે? ઘણા લોકોએ તો એવું માની જ લીધું છે કે કોરોના જતો જ રહ્યો છે. પણ અમારી પાસે આ સવાલનો એક અંદાજિત તર્ક-આધારિત જવાબ છે. હાલમાં વૈજ્ઞાનિકોએ એક ગણતરી કરે છે, જે મુજબ કોરોના વાયરસને સંપૂર્ણરીતે નાબૂદ કરવામાં સાત વર્ષનો સમય લાગી શકે એમ છે.
વૈજ્ઞાનિકોએ વિવિધ દેશોમાં ચાલતા રસીકરણ કાર્યક્રમના આધારે એક ગણતરી કરી છે, આ ગણતરીના આધારે વિશ્વના દરેક વ્યકતિને કોરોનાની રસીનો ડોઝ મળતા અને ત્યારબાદ લોકોમાં ‘હર્ડ ઇમ્યુનિટી’ વિકસતા અંદાજિત આટલો સમય થશે એવું તેમનું કહેવુ છે. બધા દેશોને તેમની 75% વસ્તી રસીકરણ માટે સાત વર્ષ જેટલો સમય લાગશે. 75% વસ્તીને રસી અપાવવાનો અર્થ એ છે કે ‘હર્ડ ઇમ્યુનિટી’ (herd immunity) સુધી પહોંચવુ. અને જ્યારે ‘હર્ડ ઇમ્યુનિટી’ હાંસલ થાય છે ત્યારે વાયરસનો ફેલાવો અટકી જાય છે.