તા.15 ફેબ્રુઆરી થી 08 માર્ચ સુધી વિવિધ ક્ષેત્રે પરિવર્તન જોવા મળશે
બુધ 11 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો અને સુર્ય એ 12 ફેબ્રુઆરીમાં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે સાથે શનિ મહારાજ પહેલે થી જ કુંભ રાશિમાં બેઠા છે આમ કુંભ રાશિમાં ત્રી ગ્રહી યુતિ સર્જાઈ રહી છે
કુંભ રાશિમાં વિશેષ યોગ સર્જાઇ રહ્યો છે. બુધ 11 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો અને સુર્ય એ 12 ફેબ્રુઆરીમાં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે સાથે શનિ મહારાજ પહેલે થી જ કુંભ રાશિમાં બેઠા છે આમ કુંભ રાશિમાં ત્રી ગ્રહી યુતિ સર્જાઈ રહી છે. ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ વિશેષ છે અને માટે જ આ મહિનો પણ કંઈક ખાસ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ગ્રહ રાશિ પરિવર્તન કરે છે અને તે રાશિ પરિવર્તનનો પ્રભાવ દેશ અને દુનિયા પર જોવા મળે છે. નવગ્રહોમાં બુધ એ યુવરાજ છે. સૂર્ય એ રાજા છે અને શનિ એ સેવક છે.
આ ગ્રહ પરિવર્તનનો પ્રભાવ શેર બજારમાં જોવા મળશે તારીખ 15ફેબ્રુઆરી થી 8 માર્ચ દરમ્યાન શેરબજાર સાથે વ્યવસાય કરતા જાતકો માટે અસમંજસ જેવી પરિસ્થિતિ જોવા મળે માટે ઉતાવળે લોભ લાલચમાં કોઈ નિર્ણય લેવો નહીં . એ પછી લાભ ના સંકેત જોવા મળે.
તા.15 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી ની વચ્ચે વાતાવરણમાં પરિવર્તન જોવા મળે માવઠા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.વર્તમાન ગ્રહાચારની પરિસ્થિતિ જોતા 15 ફેબ્રુઆરી થી 12 માર્ચ ની વચ્ચે સરકાર તરફથી કોઈ મોટો નિર્ણય પણ આવી શકે છે સાથે જન માનસમાં પણ ઉગ્રતા ભર્યું વાતાવરણ થઈ શકે છે તો ક્યાંક માનવ સર્જિત ઉપદ્રવ પણ જોવા મળશે .
દુનિયામાં પણ 14 ફેબ્રુંઆરી થી 15 માર્ચ વચ્ચે કઈ મોટા સમાચાર જેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળશે તેમ જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું.
બાર રાશિ ના જાતકો ઉપર પણ તેનો વિશેષ પ્રભાવ જોવા મળે
મેષ રાશિ– નિર્ણય વિચારીને કરવાથી લાભમાં વધારો થાય.
વૃષભ રાશી –મિશ્ર ફળદાય વાણીમાં સંયમ રાખવો.
મિથુન રાશિ– સામાજિક ક્ષેત્રે નિર્ણય અને કાર્ય વિચારીને કરવું.
કર્ક રાશિ– મિશ્ર ફળદાય વિવાદથી બચવું.
સિંહ રાશિ– સંતાન થી લાભ થાય કાર્યમાં પણ વિશેષ લાભ થાય.
કન્યા રાશિ –કાર્યવાહીમાં નિર્ણયો વિચારીને કરવા લાભકારી રહે.
તુલા રાશિ– આરોગ્ય માટે સાવચેતી રાખવી હિતાવહ.
વૃશ્ચિક રાશિ- ઉગ્રતામાં કોઈ નિર્ણય નહીં લેવો. પારિવારિક વાદવિવાદથી દૂર રહેવું વ્યાપારમાં ઉતાવળે નિર્ણય કરવો નહીં.
ધન રાશી– લાભ નિર્ણયો સાવચેતી લેવા.
મકર રાશિ– જીવનને લગતા નિર્ણયોમાં આળસ ન રાખવી ઉતાવળે નિર્ણય ન લેવા વિવાદોથી બચવું.
કુંભ રાશિ– મિશ્ર ફળદાયી અધૂરા કાર્ય પૂર્ણ થવાના યોગ.
મીન રાશિ– પારિવારિક નિર્ણયો માં વિશેષ ધ્યાન આપવું.
