કિયારા અડવાણીની સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની લવસ્ટોરીનું શું થયું તે અત્યારે બાજુ પર રાખો. તે પોતે અત્યારે કારકિર્દી ડેવલપ કરવામાં છે. 3-4 ફિલ્મો સફળ જવાથી કાંઇ કારકિર્દી બની નથી જતી બલ્કે એ સફળતા તો કારકિર્દી માટેનું એકસીલેટર હોય છે. હવે કિયારાએ સ્પીડોમીટર પર નજર રાખી એકસીલેટર દબાવવાનું છે ત્યારે સિધ્ધાર્થની લવસ્ટોરી હમણાં નહીં. અભિનેત્રીઓનાં લવ સામાન્યપણે કારકિર્દીના ઉત્તરાર્ધમાં જ વેગ પકડે છે. તે પહેલાં બોયફ્રેન્ડ હોય શકે તેને જીવનસાથી સમજી લેવાની ઉતાવળ નહીં કરવાની. કિયારાની ‘શેરશાહ’ ગયા વર્ષે આવેલી અને પછી તેની એકેય ફિલ્મ આવી નહોતી.
તે ઓટીટી પ્લેટફોર્મ માટેનું ફિલ્મોમાં કામ નથી કરતી. તે પોતાનું સ્ટેટસ ડાઉન જવા દેવામાં માનતી નથી. હવે તો તે મ્યુઝિક વિડીયોમાં પણ કામ નથી કરતી. તે એ પણ સમજે છે કે જે ફિલ્મોએ તેને સફળતા અપાવી તેમાન હીરો જ કેન્દ્રમાન હતા.અ લબત્ત ‘કબીરસીંઘ’ અને ‘ગુડન્યૂઝ’માં તેનું મહત્વ વધારે હતું બાકી ‘શેરશાહ’ પણ સિધ્ધાર્થની જ ફિલ્મ હતી. કિયારા અત્યારે નવા સ્ટાર્સ સાથે જ આવી રહી છે કારણ કે તે નવી પેઢીની જ છે. ‘ગોવિંદા નામ મેરા’માં તેનો હીરો વિકી કૌશલ છે તો ‘જુગ જુગ જિયો’માં વરુણ ધવન અને સઆરસી 15’માં રામચરણ. જો કે એ ફિલ્મ તેલુગુમાં બની રહી છે. પણ હવે ડબીંગની સગવડના કારણે તે હિન્દીના પ્રેક્ષકો સુધી પહોંચશે જ.
આ ઉપરાંત તે ‘મિ. લેલે’ અને ‘સત્યનારાયણ કી કથા’માં પણ છે. તે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની જોડી રિપીટ નથી કરી રહી આના પરથી તેના પર્સનલ એટિટયૂટ વિશે તમે ધારી શકો છો. ફિલ્મોની સફળતામાં તે કોઇને ભાગ આપવા નથી માંગતી. તેનો આ અભિગમ ખોટો પણ નથી કારણ કે તે બિલકુલ પોતાની રીતે સફળ ગઇ છે. ‘ફગલી’, ‘એમ.એસ. ધોની: ધ અન્ટોલ્ડ સ્ટોરી’થી અહીં સુધી આવવામાં કોઇ સ્ટાર્સે મદદ કરી છે એવું નહીં કરી શકાય. કિયારાની હવે પછીની બે-ત્રણ ફિલ્મો જો સફળ જશે તો પોઝીશન એકદમ બદલાઇ જશે. તે પોતે પણ આ જાણે છે અને જાન્હવી કપૂર, ક્રિતી સેનોન, સારા અલી ખાન, રકુલ પ્રીત સીંઘ વગેરેની સીધી સ્પર્ધામાં છે. •