કાલોલ :
કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામના દિવ્યરાજસિંહ ગણપતસિંહ સોલંકી આર્મી ટ્રેનીંગ પુરી કરી પોતાના વતનમાં આવતા કાલોલ બસ સ્ટેન્ડથી ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ હતી. ડીજે ઉપર દેશભક્તિના ગીતો સહિત બાઈકો ઉપર હાથમાં તિરંગો લઈને ગ્રામજનો અને સગા સબંધીઓ આવ્યા હતા. તાલુકા પંચાયત અને તિરંગા સર્કલ થઈ હાઈવે પરથી બોરૂ ટર્નીંગ થી બોરૂ ગામ થઇને ભાદરોલી બુઝર્ગ ગામે યાત્રા આવી પહોંચી હતી માર્ગમાં આર્મી ટ્રેનીંગ લઈ આવેલા જવાનનુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.