Chhotaudepur

કવાંટ: વરઘોડામાં થયું ફાયરિંગ, ગોળી મહિલાના સાથળની આરપાર નીકળી ગઈ

નસવાડી:

કવાંટ તાલુકાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની છે. વરઘોડામાં દેશી તમંચા વડે થયેલા ફાયરિંગમાં મહિલાને ગોળી વાગી હતી. ડી જે સાથે વરઘોડામાં નાચતા યુવાને કરેલા ફાયરિંગમાં ગોળી મહિલાની સાથળમાંથી આરપાર થઈ ગઈ હતી.
ઇજાગ્રસ્ત મહિલાનું નામ શાંતુંબેન ગણપતભાઈ રાઠવા ,ઉ.વ 51 ,રેણધી ગામના રહેવાસી હોવાનું જાણવા મળે છે. આ મહિલા મોસાળ લઈ લગ્ન પ્રસંગ પતાવી પરત જવા પિકઅપના ડાલામાં ઉભા હતા ત્યારે આ ઘટના બની હતી. ફાયરિંગ કરનાર યુવાન પ્રવીણ વિરસિંગ રાઠવા સામે કવાંટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના 29 મી એ મધ્યરાત્રીના બની હતી. ઘટના અંગે પોલીસ પોતે ફરિયાદી બની છે. ફાયરિંગ કરનાર શખ્સની પોલીસે અટકાયત કરી છે.

Most Popular

To Top