માજી ડેપ્યુટી મેયર સુનિતા શુક્લાની પ્રતિક્રિયા, સંસ્કારી નગરીમાં આવા લોકો પ્રમુખ બનવા નિકળ્યા છે
વડોદરા શહેર ભાજપમાં ચાલતો આંતરિક કલહ હવે અતિશય બદસૂરત તબક્કામાં પહોંચ્યો છે. શનિવારે નવા શહેર પ્રમુખ પસંદ કરવા માટે શરૂ થયેલી પ્રક્રિયામાં જુના કાર્યકર ગોપી તલાટી પણ પોતાની દાવેદારી કરવા માટે પહોચ્યા હતા. ભાજપના નવા કાર્યાલયમાં ગોપી તલાટી કેટલાક આગેવાનો સાથે વાત કરતી વખતે અપશબ્દો બોલતા સંભળાયા હતા. તેમના મોઢામાંથી એવા શબ્દો પણ નીકળ્યા હતા કે , હું તો એને કપડા કાઢીને દોડાવું. કાર્યાલયમાં હાજર માજી ડે. મેયર સુનિતા શુક્લએ આ શબ્દો તેમના માટે વાપર્યા હોવાનો આક્ષેપ કરી આવા લોકો સંસ્કારી નગરી વડોદરાના પ્રમુખ બનવા નિકળ્યા છે એવી પ્રતિક્રિયા આપી હતી. આ વખતે ગોપી તલાટીએ તેઓ આવા શબ્દો નહીં બોલ્યા હોવાનો દાવો કરી બહેનને કોઈ ભડકાવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દો ભાજપમાં ભડકેલી આગને વધુ ફેલાવશે એવું લાગી રહ્યું છે.
જુઓ પ્રમુખ ડો. વિજય શાહની પ્રતિક્રિયા
જરૂરી નથી આ દાવેદારોમાંથી જ કોઈ પ્રમુખ બને અન્ય પણ બની શકે છે:કુશલસિંહ પઢીરિયા
વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાના શરુઆત થઈ હતી.
વડોદરા શહેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ ચરમ પર પહોંચ્યો છે અને શહેર ભાજપ બે જૂથ માં વહેંચાઈ ગયું છે. ત્યારે જૂથવાદમાં ઘેરાયેલા ભાજપનું એક આખું જૂથ વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહની વિરૂધ્ધમાં છે જે તે સહુ કોઈ જાણે છે. ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીવાળું જૂથ ડો.વિજય શાહ ફરી પ્રમુખ ન બને તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. તેવામાં આજથી વડોદરામાં ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઈ છે . પ્રમુખ માટે કુલ 47 લોકોએ દાવેદારી નોંધાવી છે જેમાંથી 44 દાવેદાર ના ફોર્મ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવ્યા હતા.
શહેર ભાજપ પ્રમુખ પદ ની ઉમેદવારી નોંધાવનાર દાવેદારો
વડોદરા શહેરના ભાજપના પ્રમુખ પદ માટે આજે સવારથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ હતી. જેમાં હાલના પ્રમુખ વિજય શહે પણ રીપીટ થવા દાવેદારી કરી હતી. આ ઉપરાંત પૂર્વ મેયર ભરત શાહ, શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મેહુલ ઝવેરી, જીતેન્દ્ર પટેલ (લાલાભાઈ), રાકેશ પટેલ, પ્રદીપ જોશી, ગોપી તલાટી, જીગર ઇનામદાર, તથા પૂર્વ મેયર સુનિલ સોલંકી, પૂર્વ મેયર જીગીશાબેન શેઠ, કુનાલ પટેલ, પૂર્વ ડે. મેયર સુનીતા શુક્લ, ગોપી તલાટી સહિત અગ્રણીઓએ ઉમેદવારી કરી છે.
સુનિતા શુક્લાની માજી સાંસદ પર ટિપ્પણી
સુનિતા શુક્લે પૂર્વ સાંસદ પર કટાક્ષ કરી નામ લીધા વગર કહ્યું ભ્રષ્ટાચારીની દુકાન બંધ થઇ એટલે વિજય શાહનો વિરોધ થઈ રહ્યો છે.
વડોદરાના પૂર્વ ડે.મેયર સુનિતા શુકલે વર્તમાન પ્રમુખ ડો.વિજય શાહનું સમર્થન કરી વિરોધીઓને જાહેરમાં લલકાર ફેંક્યો હતો,સુનિતા શુકલે હોટલ કાંડ મામલે ધારાસભ્ય,પૂર્વ સાંસદ મેયર સહીત અગ્રણીઓ પર ગંભીર આક્ષેપો સાથે કહ્યું હતું કે,વિજય શાહે ભ્રષ્ટ્રાચારીઓની દુકાન બંધ કરી એટલે તેમનો વિરોધ થઈ રહ્યો છે.સુનિતા શુક્લના આ નિવેદન બાદ ભાજપમા ઠરી ગયેલ આગમાં ભડાકો નિશ્ચિત છે,પાર્ટીની શિસ્તના જાહેરમાં લિરા ઉડી રહ્યા છે.મીડિયામાં એકબીજા પર કાદવ ઉછાળીને વડોદરા ભાજપનો આંતરિક જૂથવાદ હવે ભાજપને જ ભડકે બા ળશે તેમ લાગે છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખની ચૂંટણી માટે નિમાયેલા ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળશે તો એ અંગે વિચારીશું. પ્રદેશમાં આ બાબતે ધ્યાન દોરવામાં આવશે.