એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી :
આ વખતે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાંથી એક ટ્રાન્સજેન્ડર પદવી મેળવશે :
( પ્રતિનિધિ ) વડોદરા તા.24
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનો 72 મા પદવીદાન સમારોહ યુનિવર્સીટીની હેડ ઓફિસ પાછળ કમલા રમણ વાટિકા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સમારોહમાં ગ્રેજ્યુએટ લેવલે 9,982 , માસ્ટર લેવલે 2,914, અને પીજી ડિપ્લોમા લેવલે 584 મળી કુલ.13,480 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા 72 માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 4 ફેબ્રુઆરી, રવિવારે સવારે 9:00 કલાકે યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ આવેલા કમલા રમણ વાટિકા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં એમ.એસ. યુનિવર્સિટીની 15 ફેકલ્ટીઓના ગ્રેજ્યુએટ, માસ્ટર્સ અને પીજી ડિપ્લોમાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મળી કુલ 13,480 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે આ વખતે આપ પદવીદાન સમારોહમાં ફેકલ્ટી ઓફ કોમર્સ માંથી ગ્રેજ્યુએટ લેવલે એક ટ્રાન્સજેન્ડર પણ પદવી મેળવશે. મહત્વની બાબત છે કે આ વખતે પણ વિદ્યાર્થીનીઓ પદવી મેળવવામાં મોખરેનું સ્થાન મેળવ્યું છે ગ્રેજ્યુએટ લેવલે 5252 માસ્ટર્સ લેવલે 1786 અને પીજી ડિપ્લોમા લેવલે 362 વિદ્યાર્થીનીઓ પદવી મેળવશે. 13,480 વિદ્યાર્થીઓમાં 7400 વિદ્યાર્થીનીઓ, 6,079 વિદ્યાર્થીઓ અને 1 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય બાબતે છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને ફેકલ્ટીને તા. 29 જાન્યુઆરીથી ફેકલ્ટીસ્તરે સ્કાફનું વિતરણ શરૂ કરી દેવામાં આવે અને પદવીદાન સમારોહ બાદ તારીખ 4 ફેબ્રુઆરીના રોજથી જ ડિગ્રી ડિસ્ટ્રીબ્યુશન શરૂ કરવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.