Charotar

આણંદમાં હર્ષોલ્લાસથી ઉજવાયો રામજન્મોત્સવ 

રામનવમી નિમિત્તે સમગ્ર જીલ્લામાં અનેક સ્થળોએ શોભાયાત્રા પૂજા અર્ચના

શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રામનવમી પર્વની ઉજવણી માટે સમગ્ર આણંદ જિલ્લામાં ખુબ આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો. જીલ્લાભરમાં દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રામભક્તો સહીત ધર્મ સંસ્થાનો દ્વારા શોભાયાત્રા પૂજા અર્ચના માટે ખાસ આયોજન કરવામાં આવ્યા હતા. ભગવાન રામચંદ્રજીના દરેક મંદિરમાં વિશિષ્ટ શણાગાર સાથે દર્શનનો લ્હાવો આપવામાં આવ્યો હતો. રામનવમી ઉજવણીનુ આયોજન કરવામાં આવેલા મહત્તમ વિસ્તારોમાં સતત પોલીસ વિભાગના નજર હેઠળ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. . 

 રામનવમી પર્વની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટનાઓ ઘટતી અટકાવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પર પણ કોઈ પથ્થર કે કોઈ અન્ય વસ્તુઓ છે કે કેમ તે બાબતે ઝીણવટભરી  તકેદારી રાખવામાં આવી હતી .અને ડ્રોનથી સર્વેલંસ કરવામાં આવ્યું હતુ.  રામનવમી નિમિત્તે શોભા યાત્રામાં સતત પોલીસ વિભાગની નજર હેઠળ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો .

   આણંદ જિલ્લામાં રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી માટે અવનવા કાર્યક્રમો સાથે આયોજનો કરવામાં આવ્યા હતા. રામભક્તો ધ્વારા ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવ ઉજવવા માટે સવારથી જ પુજા આરતી દર્શન માટે રામજી મંદિરોમાં ખાસ વ્યવસ્થાઓ કરાઈ હતી. ઉજવણી અંતર્ગત અયોધ્યામા નવ નિર્મિત મંદિરમાં સ્થાપિત રામચંદ્રજી ભગવાનની મૂર્તિ જેવી જ આબેહૂબ મૂર્તિનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. રામલલ્લાની મુર્તિ સાથે નિકળેલી દરેક શોભાયાત્રામાં ખુબ આકર્ષણ રહ્યું હતું. 

 આણંદ શહેરમાં પ્રસિધ્ધ રામજી મંદિર, સહિત બોરસદ ખંભાત પેટલાદ ઉમરેઠ તારાપુર સોજીત્રા તાલુકામાં રામજન્મોત્સવ ઉજવવા માટે ખુબ જ હર્ષોલ્લાસ છવાયો હતો. 

  ભગવાન રામચંદ્રજીની સમગ્ર જીલ્લામાં નિકળેલી શોભાયાત્રાઓ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રામાં ડીજેના તાલે ભગવાન રામચંદ્રજીના ભજન ગીતોની રમઝટ વચ્ચે શ્રધ્ધાળુઓ મંત્રમુગ્ધ બની રામમય બની ગયા હતા.  દરેક સ્થળોએ નિર્ધારિત થયેલ કાર્યક્રમો મુજબ શોભાયાત્રા પ્રસ્થાન કરીને નિયત રૂટ પર શાંતિપૂર્ણ રીતે પરિભ્રમણ કરીને નિજ સ્થળ પર પરત ફરી હતી. 

Most Popular

To Top