Charotar

આણંદમાં ગરમીથી લોકો આકુળવ્યાકુળ, તાપમાનનો પારો ફરીથી 40 ડિગ્રી પહોંચ્યો

મહીનદીકાંઠા , દરીયાઈ કાંઠા અને હરિયાળી ધરાવતો  જીલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું 

આણંદ, તા. 10

આણંદ  જિલ્લામાં મહત્તમ તાપમાન વધીને 38.4 ડિગ્રીએ સડસડાટ વધીને 40 ડિગ્રી પર પહોંચ્યું છે. સમગ્ર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ વધ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ગરમીથી બચવા માટે હવે ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે. તેમજ ભાવનગર જિલ્લો દરિયા કિનારે આવેલો છે. છતાં પણ ગરમીનોમાં વધારો થયો છે. જેના કારણે લોકો અકળાયા છે. લોકો પંખા, એસીનો સહારો લઇ રહ્યાં છે. છેલ્લા બે દિવસમાં આગ ઝરતી ગરમીના પ્રકોપ હેઠળ સમગ્ર આણંદ જીલ્લો આવી ગયો છે. ગરમીથી બચવા માટે લોકો નદી કે તળાવમાં સ્નાન માટે મિત્ર વર્તુળ કે પરિવારજનો સાથે પહોંચી જાય છે.

  આમ તો આણંદ  જીલ્લો મહી નદીકાંઠા , દરીયાઈ કાંઠા ઉપરાંત હરિયાળી ધરાવતો વિસ્તાર છે. પરંતુ હાલમાં સમગ્ર જીલ્લામાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. હાલ ઉનાળાની સીઝનની શરૂઆત થતાં જ 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. જયારે લઘુત્તમ તાપમાન 24.2 નોંધાયું છે તાપમાનની જેથી  જિલ્લામાં આ વર્ષે વધુ ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે. ઉનાળાના પ્રારંભે જ ધગધગતો તાપ શરૂ થયો છે.

   આણંદનુ મહત્તમ તાપમાન 36 થી 38 થી વધીને 40 ડિગ્રી સુધી નોંધાઇ રહ્યું છે અને બપોરના સમયે હવે એસી અને પંખા ચાલુ કરવા પડે છે. છતાં પણ ગરમી લાગતી હોય છે અને  તાપમાનમાં વધારો થતા એકાએક જ લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડ્યો છે. ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ તાપમાનમાં વધારો થયો છે. બપોરનાં સમયે રસ્તા સુમસામ બની ગયા છે.  આગામી સમયમાં ગરમી વધવાની શક્યતા છે.  જોકે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે આણંદ જિલ્લામાં તાપમાન ઉચકાયું હતું.  ગરમી સતત વધતાં લોકો આકુળવ્યાકુળ બની ગયા છે. 

Most Popular

To Top