Vadodara

અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?

આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 141-શહેર વાડી વિધાનસભામાં સમાવિષ્ટ ઇલેક્શન વોર્ડ નં 6મા આવેલા સ્થાઇ સમિતિના ચેરમેન ના વોર્ડમાં સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચાર દરવાજા રોડ તથા સંગમ ચારરસ્તા થી મંગલેશ્વર ઝાંપા સુધી રોડરસ્તા પર રી સરફેસીગ માટેની રૂ.6.35કરોડના ખર્ચે કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જ્યારે કે આ રોડ હાલમાં ખૂબ સારી સ્થિતિમાં છે છતાંય તેના પર રી સરફેસીગ કરવામાં આવશે.

જેના કારણે રોડ ઉંચા થશે અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક અને ઓફિસો,દુકાનો નીચાણમાં જશે જેના કારણે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ભવિષ્યમાં ઉભી થઇ શકે છે બીજી તરફ ડ્રેનેજના ચેમ્બર પણ ઉંચા થશે જેના કારણે ચોમાસામાં ડ્રેનેજ ચોક અપ થવાની શક્યતાઓ પણ વધી છે બીજી તરફ આ રોડ હાલમાં સારી સ્થિતિમાં હોવા છતાં તેના રી સરફેસીગ પાછળ છ કરોડ ઉપરાંતની માતબર રકમ ખર્ચી કોને લાભ કરવામાં આવશે? કોન્ટ્રાકટર ને જનતાને કે પછી કોને લાભ થશે?તે એક ચર્ચાનો વિષય હાલ બન્યો છે.જનતાના ટેક્સના નાણાં યોગ્ય દિશામાં ખર્ચવામાં આવે તો શહેરનો સાચો વિકાસ શક્ય બને.

Most Popular

To Top