Vadodara

અજરપુરા ખાતે કૂપોષણ સામે લડવા ગિફ્ટમિલ્ક પ્રોગ્રામની શરૂઆત

આણંદ તા.3
આણંદના અજરપુરા ખાતે આ વર્ષે એનએફએનએ આઇડીએમસીની સીએસઆર હેઠળ ગિફ્ટમિલ્ક પ્રોગ્રામની શરૂઆત કરી છે. એનએફએનએ અનુક્રમે 257 અને 290 વિદ્યાર્થીઓ ધરાવતી અજરપુરા પ્રાથમિક કન્યા અને કુમાર શાળા એમ બંનેને આવરી લીધી છે. તેમને સોમવારથી શુક્રવાર શાળા ચાલું હોય તેવા બધાં જ દિવસે દૂધ પ્રાપ્ત થશે. આ ગામોમાં અમૂલ દૂધ સપ્લાય કરે છે. અહીં અજરાપુરા ખાતે સંપૂર્ણ શ્રૃંખલાને જોવાનો એક લ્હાવો છે – જ્યાં ડેરી કૉઑપરેટિવ્સ પાસેથી દૂધને એકઠું કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પૅક કરીને ફોર્ટિફાઇડ કરવામાં આવે છે અને આપણા બાળકો સુધી પહોંચાડવામાં આવે છે.
આણંદ જિલ્લામાં ગિફ્ટમિલ્ક પ્રોગ્રામની શરૂઆત કરવા માટે કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી હેઠળ એનડીડીબીની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની આઇડીએમસી લિ. સાથે સહકાર સાધ્યો છે. એનએફએન વર્ષ 2016-2017થી આણંદમાં ગિફ્ટમિલ્ક પ્રોગ્રામનું અમલીકરણ કરી રહ્યું છે અને તેણે નજીકમાં આવેલા ગામોમાં પ્રાથમિક શાળાઓના 5500થી વધારે બાળકોને આવરી લઈ આ પ્રોગ્રામની શરૂઆતથી અત્યાર સુધીમાં 4.5 લાખ લિટરથી વધારે દૂધનું વિતરણ કર્યું છે.
અજરપુરાએ એવા કેટલાક સૌપ્રથમ ગામોમાંથી એક છે, જ્યાં આણંદમાં ડેરી કો-ઑપરેટિવ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન શાસ્ત્રીજીએ આ જ ગામમાં એક ખેડૂતના ઘરે રાત્રિરોકાણ કર્યું હતું. અમને વિજયભાઈ પટેલ આપણી વચ્ચે હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જેમના પિતાએ અજરપુરા ખાતે ગિફ્ટમિલ્ક પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવા માટે શાસ્ત્રીજીની મેજબાની કરી હતી. આ જ ગામે શાસ્ત્રીજીને સમગ્ર દેશમાં ડેરી ક્ષેત્રના વિકાસ માટે એક રાષ્ટ્રીય સ્તરના સંગઠન (એનડીડીબી)ની સ્થાપના કરવાની પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમની શરૂઆતથી અત્યાર સુધીમાં એનએફએનએ ગિફ્ટમિલ્ક માટે 15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 485 શાળાઓમાં એક લાખથી વધારે બાળકોને આવરી લઈ વર્ષ 2016માં આ કાર્યક્રમ હેઠળની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 1.45 કરોડ યુનિટ ગિફ્ટમિલ્કનું વિતરણ કર્યું છે, જે લગભગ 29 લાખ લિટર દૂધ થવા જાય છે.

Most Popular

To Top