Vadodara

અકોટા ગાર્ડન પાસે થયેલ ગંદકીનો ક્યારે થશે નિકાલ ?


વડોદરા શહેરના અકોટા ગાર્ડન પાસે છેલ્લા બે દિવસથી કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે. રોજબરોજ શહેરના દરેક વિસ્તારમાં સફાઈ કામ કરવામાં આવતું હોય છે તેમ છતાં અકોટા ગાર્ડન પાસે થયેલ કચરા ના ઢગલા વડોદરા મહાનગરપાલિકાને કેમ નજરે નથી પડી રહ્યા તે એક મોટો સવાલ છે. કચરા ના ઢગલાનાં કારણે ગંદકી ફેલાઈ રહી છે અને ગંદકીના લીધે સ્થાનિક રહીશો હવે ત્રાહિમામ પોકારી ગયા છે.

અકોટા ગાર્ડન પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કચરાપેટી મૂકવામાં આવેલ છે. છેલ્લા બે દિવસથી કચરા પેટીમાંથી કચરાનું કલેક્શન કરતું ડમ્પર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. જે કારણે છેલ્લા બે દિવસથી કચરાપેટી અને તેની આસપાસ કચરાનો ઢગલો થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક હજી સુધી તંત્રની નજર આ સ્થળ પર ન પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને તેવામાં આ પ્રકારની ગંદકી ના કારણે શહેરમાં જે રોગચાળો ફેલાઈ રહ્યો છે તે વધવાની શક્યતાઓ વધુ રહે છે. સ્થાનિક રહેશો દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલી તકે આ કચરાના ઢગલા નો વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવે કેમકે ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.

Most Popular

To Top