ઝોમેટો: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો (Zomato)નું એક ટ્વીટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં ઝોમેટોએ ભોપાલની રહેવાસી અંકિતાને અપીલ કરી છે કે તે તેના પૂર્વ બોયફ્રેન્ડને કેશ ઓન ડિલિવરી પર ફૂડ મોકલવાનું બંધ કરે. ઝોમેટોના આ ટ્વીટ કરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
ભોપાલની રહેવાસી અંકિતા તેના એક્સ બોયફ્રેન્ડને ઝોમેટોથી ઓર્ડર કરીને ફૂડ મોકલે છે, પરંતુ દરેક વખતે તેનો એક્સ બોયફ્રેન્ડ ફૂડ લેવાની ના પાડી દે છે. કારણ કે અંકિતા હંમેશા કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર આપતી હતી. જ્યારે પણ ડિલિવરી બોય ફૂડ લઈને પહોંચતો ત્યારે એને ખબર પડતી કે તેણે ફૂડનો ઓર્ડર આપ્યો ન હતો અને તે દરેક વાર ફૂડ લેવાનો ઇનકાર કરતો હતો. કારણ કે પેમેન્ટ મોડ હંમેશા કેશ ઓન ડિલિવરી હતો. તેણે કુલ 3 વખત ફરીથી આવું કર્યું હતું. મતલબ કે તેણી તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે રમી રહી હતી .પરંતુ તેની સાથે તે Zomato સાથે પણ રમતી હતી. આના કારણે કંટાળીને ઝોમેટોએ જાહેરમાં એક ટ્વિટ કર્યું.
ઝોમેટોએ તેના ટ્વિટમાં લખ્યું- ભોપાલની રહેવાસી અંકિતા, કૃપા કરીને તમારા ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ખોરાક મોકલવાનું બંધ કરો અને તે પણ કેશ ઓન ડિલિવરી. આ ત્રીજી વખત છે – જ્યારે તે ચૂકવણી કરવાનો ઇનકાર કરી રહ્યો છે. ટ્વીટ વાયરલ થયા બાદ અંકિતા તરફથી કોઈ પ્રતિસાદ આવ્યો નથી. તેમજ ન તો Zomatoએ કોઈ ફોલોઅપ ટ્વિટ કર્યું છે. આ ટ્વિટ સમગ્ર ઈન્ટરનેટ પર ફેલાઈ ગયું છે. લોકો અંકિતા પર વિવિધ રીતે કોમેન્ટ કરીને તેની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે અંકિતા તારા બોયફ્રેન્ડ ભાઈને ડિસ્ટર્બ ન કર. જ્યારે અન્ય ઘણા લોકોએ કહ્યું કે આ માત્ર Zomato દ્વારા માર્કેટિંગ સ્ટંટ છે.
આ ટ્વીટ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવી રહી છે. યુવતીના આ કૃત્ય વિશે જાણ્યા પછી લોકોનું હસવાનું રોકાઈ રહ્યું નથી. આ પોસ્ટ લખાઈ ત્યાર બાદથી સુધી 4 લાખ લોકોએ તેને જોઈ છે અને 6 હજાર લોકોએ લાઈક કરી છે. આ વિશે અંકિતાને ઘણા લોકો સલાહ પણ આપી રહ્યા છે.