Charchapatra

ઝાઈયનિઝમ

નવસારીથી વાચક કમલેશ મોદીએ ભારતીય વડાપ્રધાન મોદીના યુદ્ધમાં મૌન રહેવા બાબતે પ્રશ્નો વ્યક્ત કર્યા. ઝાઈયનીસ્ટ ઇસ્રાએલ બાબતે મોદી મૌન રહ્યા એને રાજકારણમાં મુત્સદ્દીગીરી કહેવાય છે. આપણે રોજિંદા જીવનમાં પણ સ્વજનો, મિત્રો, સ્ટાફ વચ્ચે ચોક્કસ સંજોગોમાં મૌન ધારણ કરીએ જ છીએ. ન્યુઝ ચેનલો પર રોજિંદી ચર્ચાઓ થાય છે. એમાં અનેક વાર આર્મી, નેવી, એરફોર્સના પૂર્વ હોદ્દેદારો પણ સામેલ હોય છે. આ સૌ વૈશ્વિક ગતિવિધિથી સારી પેઠે વાકેફ હોય છે. એટલું જ નહીં એમને અનુભવ પણ હોય છે.

આ સૌ એકસૂરે મોદીની આ નીતિના મ્હોં ફાટ વખાણ કરે છે. ઈરાન યુદ્ધ બાબતે મોદીની કૂટ નીતિ અંગે કોંગ્રેસના જ ચાર વિદ્વાનોએ વિરોધાભાસી વિધાનો કર્યાં છે. આ મહાનુભાવો છે; કમલનાથ, શશી થરૂર,  મનીષ તિવારી અને આનંદ શર્મા. રાહુલે મોદીના વલણને કોમ્પ્રોમાઈસ્ટ કહ્યું ત્યારે શશી થરૂરે એને જવાબદારીપૂર્ણ પગલું કહ્યું. મને ખાતરી છે કે હું આ તજજ્ઞો જેટલો હોશિયાર કે ચતુર તો નથી જ. (pun intended) વિપક્ષો પાસે કોઈ નક્કર દલીલ બાકી નહીં રહી ત્યારે ઇરાનને ‘આશ્વાસન પત્ર કોન્ડોલન્સ લેટર વિલંબે મોકલ્યો’નું રડગાણું ગાયું. પરંતુ આ ડાયરીમાં આશ્વાસન સંદેશ લખનાર સૌ પ્રથમ દેશ જ ભારત છે.

આ લોકો ટી.વી.ની ટોક કે અન્યત્ર ક્યાંય ફાવતાં નથી. દર વખતે શ્રોતા ભાજપના પ્રવક્તાને પક્ષે જ હોય છે અને સર્વેક્ષણમાં પણ અગ્રેસર રહે છે. દરેક વખતે ગોબેલ્સ નીતિ બહુ સારી નહીં, બલકે ક્યારેય નહીં. ભારત ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદે તે વ્યાપારિક વહેવાર છે. પુલવામા, ઉરી, પહાલગામ કોઈ કહેતાં કોઈ મુશ્કેલી વખતે ઈરાને ભારતતરફી કોઈ વિધાન નથી કર્યું. મોદીનો વિરોધ કરતાં કરતાં વિપક્ષો ભારત કે સનાતન હિન્દુ ધર્મનો વિરોધ કરે છે તે જ રીતે પૂર્વગ્રહને કારણે તાર્કિક બાબત હાંસિયામાં ધકેલાઇ જાય અને વિરોધ પૂરતો વિરોધ થાય એ સ્તુત્ય નથી.
બારડોલી          – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top