Sports

ઝિમ્બાબ્વે ત્રિકોણીય સીરિઝ : ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

હરારે, તા. 16 : ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી ત્રિકોણીય ટી-20 સીરિઝની આજે બુધવારે રમાયેલી બીજી મેચમાં ટિમ રોબિન્સનની તોફાની અર્ધસદી અને નીચલા ક્રમના બેવન જેકબ્સની 44 રનની ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટે 173 રન બનાવ્યા પછી જેકબ ડફી અને મેટ હેનરીની જોરદાર બોલિંગની મદદથી દક્ષિણ આફ્રિકાને 152 રનમાં ઓલઆઉટ કરતાં ન્યૂઝીલેન્ડે આ મેચ 21 રને જીતી હતી.દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કર્યા પછી ન્યૂઝીલેન્ડે રોબિન્સનના 57 બોલમાં 75 જ્યારે જેકબ્સના 30 બોલમાં 44 રનની ઇનિંગ રમીને 175 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. તે પછી જેકબ ડફીએ 20 રનમાં ત્રણ અને મેટ હેનરીએ 34 રનમાં ત્રણ વિકેટ ખેરવીને 18.2 ઓવરમાં 152 રનમાં તેમને ઓલઆઉટ કર્યા હતા.

Most Popular

To Top