Entertainment

બે લગ્ન તુટવાનું દુ:ખ વેઠી ચુકેલ ઝીનત અમાને યુવાઓને લગ્ન માટે આપી આ સલાહ, કહ્યું લિવ-ઇન…

મુંબઇ: દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન (Zeenat Aman) પોતાના સમયની સૌથી વધુ પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી (Actress) એક રહ્યા છે. તેમના ઉત્તમ અભિનય ઉપરાંત તેઓ પોતાની સુંદરતા માટે પણ જાણીતા હતા. જો કે 72 વર્ષની ઉંમરમાં પણ તેઓ પોતાના સારા વ્યક્તિત્વના કારણે લાખો લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે.

ઝીનત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તેઓ અવારનવાર તેમના ફેન્સ સાથે કેટલીક તસવીરો અથવા વીડિયો શેર કરે છે અને તેઓ પોતાના ફેન્સ સાથે જોડાયેલ રહે છે. ઝીનત તેમની તાજેતરની પોસ્ટને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતાના ફેન્સ સાથે લગ્ન વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. તેમજ લિવ-ઇન રીલેશનશીપને લઇ મોટી વાત કહી હતી.

ઝીનતે યુવાનોને આ સલાહ આપી
ઝીનતે યુવાનોને સલાહ આપતા લખ્યુ હતુ કે- ‘જો તમે રિલેશનશિપમાં છો તો હું તમને લગ્ન પહેલાં સાથે રહેવાની સલાહ આપીશ. આ એ જ સલાહ છે જે મેં મારા પુત્રોને હંમેશા આપી છે, તેમજ તેઓ બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે અથવા રહે છે.

મને લિવ-ઇન રિલેશનશીપ લોજીકલ લાગે છે, કે બે વ્યક્તિઓ પોતાના સંબંધની વચ્ચે પોતાના કુટુંબ અને સરકારને લઇ આવે તે પહેલા બંને વ્યક્તિઓએ સાથે સમય પસાર કરી લેવો જોઇયે. તેમણે પહેલા પોતાબના સંબંધોની ચકાસણી કરવી જોઈએ. આમ કરવાથી એકબીજાના સારા-નરસા ગુણોની માહિતી મેળવી શકાય છે. જેના કારણે લગ્ન પહેલા એકબીજાની ખામીઓને ઓછી કરી શકાય છે. તેમજ તેમણે લોકો શું કહેશે તેનો વિચાર ન કરવો જોઈએ.

ઝીનતે ચાહકોને ડોગી લીલીનો પરિચય કરાવ્યો
તાજેતરમાં જ ઝીનતે તેની ડોગી લિલી સાથે પોતાની બે તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. આ તસવીરમાં ઝીનત 72 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીર શેર કરતી વખતે ઝીનતે એક લાંબી કેપ્શન પણ લખી છે. કેપ્શનની શરૂઆતમાં અભિનેત્રી દરેકને પોતાના ડોગી લિલીનો પરિચય કરાવ્યો હતો. તેમજ કહ્યુ કે લિલીને મુંબઈની શેરીઓમાંથી બચાવવામાં આવી હતી અને ત્યારથી જ તે મારી સાથે છે. લિલીના પરિચય બાદ અભિનેત્રી પોતાના કેપ્શનમાં યુવકોને લગ્ન પહેલા લિવ-ઈન કરવાની સલાહ આપી હતી.

Most Popular

To Top