Vadodara

ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાજપ પ્રવેશની રાજકીય અટકળો

વડોદરા : હાઈપ્રોફાઈલ હિરેન પટેલના સોપારી કિલર મર્ડર કેસમાં અમિત કટારા ના જેલવાસ દરમિયાન ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભા.જ.પા. પ્રવેશની રાજકીય અટકળોના પગલે દાહોદ જિલ્લા ભા.જ.પમાં આનંદના બદલે આઘાતની ચર્ચાઓ વધારે જોવા મળી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે સત્તાધારી ભા.જ.પ દ્વારા ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની શરૂ થયેલી રાજ રમતો વચ્ચે ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા ભા.જ.પ માં જોડાઈ શકે છેની શરૂ થયેલી રાજકીય અટકળોના પગલે દાહોદ જિલ્લા ભા.જ.પ માં આનંદના બદલે આઘાતની ચર્ચાઓ વધારે હોવાનો રાજકીય માહૌલ એટલા માટે સર્જાયો છે કે ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારા ભા.જ.પા.ના લોકપ્રિય કાર્યકર અને ઝાલોદ નગર પાલિકાના સદસ્ય હિરેન પટેલના સોપારી કીલર જેવા હત્યાના આરોપસર  જ્યારે જેલમાં હોય ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાને જો ભા.જ.પા.માં દાખલ કરવામાં આવે તો ભા.જ.પા.ને ફાયદો થવાના બદલે રાજકીય નુકસાન વધારે થવાની શક્યતાઓ ચર્ચાઓમાં છે. એટલા માટે કે ઝાલોદના હાઈપ્રોફાઈલ હિરેન પટેલ ના સોપારી કિલર મર્ડર કેસના પગલે ગુજરાત ભા.જ.પ સરકાર પણ ચિંતિત બની હતી અને વરિષ્ઠ નેતાઓ પણ ઝાલોદ ખાતે દોડી આવ્યા હતા.

જોકે ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા ના પિતા અને દાહોદ ભા.જ.પ ના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા પોતાના સત્તાકાળ દરમિયાન કબૂતરબાજી માં પકડાયા ત્યારે ભા.જ.પ ક્ષોભજનક હાલતમાં મુકાઇ ગયું હતું.!! અને ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સે કબૂતરબાજી માં પકડાયેલા ભા.જ.પ ના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાને ઉમેદવાર તો બનાવ્યા પરંતુ તેઓનો કારમો પરાજય થયો હતો.

દાહોદ જિલ્લા ના આ રાજકીય સમીકરણો વચ્ચે ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા નો ભાઈ અમિત કટારા બહુચર્ચિત એવા ભા.જ.પ ના કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં ઝડપાઈ જતા આ કટારા પરિવાર અત્યારે આઘાતમાં છે. અને આ બનાવમાં કોંગ્રેસ મદદ કરશે આ આપેક્ષાઓ પૂર્ણ નહિ થઇ હોય અગર તો અન્ય કારણોસર લાંબા સમયથી કોંગ્રેસ સાથે અંતર દેખાડનારા ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરીને ભા.જ.પ માં જોડાઇ શકે છે ના ? શરૂ થયેલ રાજકીય અટકળો ના પગલે દાહોદ જિલ્લા ભા.જ.પ માં આનંદ કરતા આઘાતની ચર્ચાઓનો માહૌલ વધારે છે એમાં માત્ર ને માત્ર હાઈપ્રોફાઈલ હિરેન પટેલ મર્ડર કેસની લાગણીઓ વધારે છે !

Most Popular

To Top