ભરૂચ: ઝઘડિયાના (Zaghadiya) જેસપોર ગામના (Jespor Villeg) મંદિર ફળિયામાં (Mandir Faliya) ગઇકાલે રાત્રે તેમની ક્વોરીને તસ્કરોએ નિશાન બનાવી હતી અને ક્વોરીમાં રહેલા ટોગલા સેટ-૨ રૂ.50 હજાર, લોખંડની (Iron Plates) નાની-મોટી પ્લેટો નંગ-૬ રૂ.૬ હજાર અને સ્પીગ નંગ-૧ રૂ.૨ હજાર, રોલર સ્ટેન્ડ નંગ-૧ રૂ.૧૫૦૦, પટ્ટા ખેંચવાના હૂક સેટ નંગ-૧ રૂ.૧૫૦૦ મળી કુલ ૬૧ હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે સિક્યુરિટી ગાર્ડ વિજય શિવલાલ વસાવાએ ક્વોરીના માલિક ચંદ્રકાંત ફતેસિંઘ વસાવાને જાણ કરતાં તેઓએ ઝઘડિયા પોલીસમથકે (Police Station) ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.
તસ્કરોએ તેમની ક્વોરીની ઓફિસને નિશાન બનાવી હતી
આવી જ રીતે ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ ઉપર આવેલા મહર્ષિ બંગ્લોઝમાં રહેતા ભાવેશ મનજી વેલાણી રાજપારડી નજીક આવેલા ભીલવાડા ગામ ખાતે ક્વોરી ચલાવે છે. જેઓ તા.૧૮ સપ્ટેમ્બરે ઓફિસ બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા. દરમિયાન તસ્કરોએ તેમની ક્વોરીની ઓફિસને નિશાન બનાવી હતી. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકૂચો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને લોખંડની પ્લેટોના ટુકડા અને કન્વેયર બેલ્ટના રોલ નંગ-૧૨ મળી કુલ ૧૯ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે ક્વોરીના ઓપરેટર જિગ્નેશ વસાવાએ માલિક ભાવેશ મનજી વેલાણીને જાણ કરતાં તેમણે રાજપારડી પોલીસમથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
હાંસોટના ધોડાદરામાં સળિયાની ચોરીનો પ્રયાસ
ભરૂચ: અંકલેશ્વરના ઉટિયાદરા ગામ પાસે ડી.સી.સી. ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ ખાતે રહેતા અનીત શ્યામલાલ જાંગડા કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જેમની કંપની હાંસોટના ધોડાદરા ગામની સીમમાં ૮ લેન હાઇવેના બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. જે બ્રિજ પાસેની સાઈટ પર ગઇ તા.૧૯ સપ્ટેમ્બરે રાતે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ત્યાં રહેલા સળિયા પૈકી ૩૫ સળિયા મળી કુલ ૨૮૦૦નો મુદ્દામાલ ચોરી કરી પલાયન કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ વેળા ગ્રામજનો ત્યાં આવી પડતાં ટેમ્પો લઇ ચોરી કરવા આવેલા તસ્કરો ટેમ્પો નં.(GJ.૦૫.BY.૦૫૭૮) સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે કંપનીના સુપરવાઈઝર અનીત જાંગડાએ હાંસોટ પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરથી ચોરી થયેલી કાર ખેડાના કઠલાલથી બિનવારસી મળી આવી
અંકલેશ્વર: અંકલેશ્વરથી ચોરી થયેલી કાર ખેડાના કઠલાલથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. કાર અંગે સ્થનિકોએ કઠલાલ પોલીસે જાણ કરી હતી. ત્યાર બાદ શહેર પોલીસે ટ્રાન્સફોર્મર વોરન્ટ પર કારને અંકલેશ્વર લઇ આવ્યા છે. જો કે, સીસીટીવીમાં દેખાતો કાર ચોર હજુ ફરાર છે.પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં 10 સપ્ટેમ્બરે હાંસોટ રોડ પર આવેલા ભવ્ય એપાર્ટમેન્ટમાં માનસી મહેતા અને તેમનો પુત્ર ઘરમાં એકલાં હતા. એ સમયે એક અજાણ્યો ટાટા સ્કાયમાંથી આવે છે, અને સેટઅપ બોક્સ રિપેર કરવાનું છે તેમ કહી અંદર પ્રવેશ્યો હતો.