Vadodara

રાહુલ ગાંધીના PAની ખોટી ઓળખ આપનાર ઝબ્બે

વડોદરા: શહેરમાં રાહુલ ગાંધીના પર્સનલ આસિસ્ટન્ટની ખોટી આળખ આપી બે નેતાઓને વિધાનસભાની ટિકિટ આપવાના બહાને ઓનલાઇન ઠગાઇથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરનાર ઠગબાજને સાઇબર ક્રાઇમની ટીમે પંજાબના અમૃતસરથી ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિધાનસભાની ચૂંટણીનું રણશિંગું ફંકુાઇ ગયું છે.જેને લઇને રાજકીય પક્ષો પણ એક્શનમાં આવી ગયા છે. જોકે ચૂંટણીના માહોલ વચ્ચે કેટલાક સાઇબર ક્રિમિનલ લાભ લઇ રહ્યા છે. આવા કિસ્સામાં શહેરમાં બન્યા હતા જેમાં 22 ઓક્ટોબરે કોંગ્રેસના રાહુલ ગાંધીના પીએ કનિક્ષસિંગની ખોટી ઓળખ આપી કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને ફોન કરીને રાવપુરા વિધાનસભાની ટિકિટ માટે ફોન કર્યો હતો. તેવી જ રીતે કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયક વાડને પણ રાહુલ ગાંધીના પીએ કનિક્ષસિંઘની ઓળખ આપી વિધાનસભાની ટિકિટના આપવાના બહાને ઓનલાઇન રૂપિયાની માંગણી કરી હતી.

જેની બંને કાર્યકરો દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક્શનમાં આવી ગઇ હતી. જેથી સાઇબર ક્રાઇમની ટીમને ટેકનિકલ સોર્સથી તપાસ કરતા આરોપીઓનું નંબરનું લોકેશન પંજાબના અમૃતસરનું મળ્યું હતું. જેથી આરોપીઓને પકડવા માટે પીઆઇ બી એન પટેલ, પીએસઆઇ પી એમ રખોલિયા સહિતની ટીમે પંજાબના અમૃતસર ખાતે જવા રવાના થઇ ગઇ હતી. પાંચેક દિવસ અમૃતસરમાં રોકાઇની ટીમે ટેકનિલકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વોચી રાખી તપાસ કરી રહી હતી.

દરમિયાન આરોપીના સગડ મળતા ટીમ સતર્ક થઇને વોચી ગોઠવીને ઠગ આરોપી રજકુમાર પ્રવેશકુમાર મદાન (અમૃતસર, પંજાબ)ને ઝડપી પાડ્યો હતો.જ્યારે અ્ન્ય એક રીઢા આરોપી ગૌરવ શર્માને વોન્ટેડ જાહેર કર્યો છે. પાંચ દિવસ રોકાયા બાદ આખરે સાઇબર ક્રાઇમને સફળતા મળી હતી. પોલીસે આરોપીને પકડી વડોદરા લઇ આવી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે.

આરોપી છેતરપિંડી અને NDPSના ગુનામાં અગાઉ ઝડપાઇ ચૂક્યો છે
છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર આરોપી રજત કુમાર મદાન અગાઉ 2019માં રંજીત એવન્યુ પોલીસ સ્ટેશન અમૃતસર પંજાબ તથા મે-2021માંમાં દેહલો પોલીસ સ્ટેશન લુધિયાણા પંજાબ ખાતેથી વિશ્વાસઘાત અ્ને છેતરપિંડી તથા એનડીપીએસના ગુનામાં પકડાયો હતો. આરોપી ધોરણ 4 સુધી જ અભ્યાસ અને ઠગ શાકભાજીનો ધંધો કરતો હતો. ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરાવવા એકાઉન્ટ ખોલાવી તેના બદલામાં કમિશન મેળવતો હતો.

સાઇબર ક્રાઇમની ટીમે પાંચ દિવસ અમૃતસરમાં રોકાણ કર્યું
રાહુલ ગાંધીના પીએમ ઓળખ આપી બે નેતાઓ પાસેથી ચૂંટણી ટાણે જ ઠગ રૂપિયા પડાવવાનો કારસો રચ્યો હતો. જોકે બંને નેતા વર્ષોથી રાજકારણમાં હોવાથી નેતા સાતીર ઠગબાજ મનસૂબા જાણી ગયા હતા. ઠગબાજનું લોકેશન પંજાબ અમૃતસરનું મળતા સાઇબર ક્રાઇમની ટીમના જવાનો પંજાબ ગયા હતા.અમૃતસરમાં પાંચ દિવસનું રોકાણ કરીને ઠગબાજને ઝડપી પાડ્યો હતો. હાર્દિક માકડિયા, એસીપી સાઇબર ક્રાઇમ
કઇ કઇ બાબતોનું લોકોએ ધ્યાન રાખવું જોઇએ
 કોઇ પણ લોભામણી જાહેરાતથી લલચાવું ન જોઇએ તથા તેમાં રૂપિયાનું રોકાણ પણ કરવું ન જોઇએ અને કોઇ નાણાકીય વ્યવહાર પણ ન કરવુ જોઇએ
 પોતાની અંગત તેમજ ખાતાકીય વિગતો કોઇને પણ શેર કરવી નહીં

Most Popular

To Top