National

હાઇડ્રોજન બલૂનથી કૂતરાને બાંધીને વીડિયો વાયરલ કરવો યુટ્યુબરને ભારી પડ્યો

હાઇડ્રોજન બલૂન (hydrogen balloon)થી હવામાં કૂતરાને ઉડાન (dog fly in air) કરાવવી એ દિલ્હીના એક ખ્યાતનામ યુ ટ્યુબર માટે ખૂબ મોંઘુ સાબિત થયું હતું. હકીકતમાં, દિલ્હીના યુટ્યુબર ગૌરવ (you tuber gaurav) શર્માને કૂતરાને હવાઈ બલૂનમાં બાંધીને ઉડાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (viral on social media) થયા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.

તેનો વિડિઓ ‘ગૌરવ ઝોન’ (gaurav zoen)ના નામથી યુટ્યુબ ચેનલ પર અપલોડ (upload on you tube zone) કરવામાં આવ્યો હતો, જોકે હવે તે કાઢી નાખવામાં આવ્યો છે. કાઢી નાખેલ વિડિઓમાં યુટ્યુબર, કેટલાક અન્ય લોકો અને તેના પાલતુ કૂતરાને બતાવવામાં આવ્યા છે. યુટ્યુબર ગૌરવે કૂતરાના શરીરના ઉપરના ભાગમાં ઘણા રંગીન ફુગ્ગા (coloring balloons)ઓ બાંધી દીધા હતા અને પછી તેને હવામાં લહેરાવી દીધા હતા. તેણે તેનો વીડિયો બનાવ્યો અને તેને પોતાની ચેનલ પર અપલોડ કર્યો હતો.

આ વીડિયો વાયરલ થતાંની સાથે જ તેની ટીકા પણ થવા લાગી અને આરોપી યુટ્યુબર ગૌરવ ઉપર એનિમલ ક્રૂરતા એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો. આરોપી ગૌરવ અને તેની માતા વિરુદ્ધ આઈપીસીની કલમ 188, 269, 34 અને દિલ્હીના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં એનિમલ ક્રૂરતા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં ગૌરવની ધરપકડ કરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે યુટ્યુબરે કૂતરાના શરીરમાં કેટલાક રંગીન ફુગ્ગાઓ બાંધી દીધા હતા, જેમાં હાઇડ્રોજન વાયુ હતો. તે પછી તે કૂતરો ઉડવા લાગે છે, પછી કૂતરો થોડી ક્ષણો માટે હવામાં ઉડવાનું શરૂ કરે છે. આ વીડિયોમાં ગૌરવની સાથે એક મહિલા પણ જોવા મળી રહી છે. માનવામાં આવે છે કે તે મહિલા ગૌરવની માતા હતી.

યુટ્યુબ ગૌરવની તેની ચેનલ પર ચાર મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. જો કે, ત્રણ દિવસ પહેલા ટીકા થયા પછી, તેણે પોતાનો વિડિઓ કાઢી નાખ્યો અને કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેમણે સલામતીના તમામ પગલાની સંભાળ લીધી હતી. તેણે દાવો કર્યો હતો કે વીડિયોમાં તેણે સુરક્ષાના પગલા વિશે વાત કરી હતી, પરંતુ વીડિયોની લંબાઈને કારણે તેણે તે ભાગ અપલોડ કર્યો નથી. ત્યારબાદ તેણે આ ઘટના માટે માફી માંગી અને કહ્યું કે તે તેના પાળતુ પ્રાણીને પણ બાળકોની જેમ જ વર્તે છે. અને સંભાળ રાખે છે.

Most Popular

To Top