ઉમરેઠ : ઉમરેઠ પાલિકાના સત્તાધિસો એક બીજાના ટાંટીયા ખેંચી રહ્યા છે, ગંદી રાજરમતો રમાઇ રહી છે. જેના કારણે પ્રજાના કામો અટવાઇ રહ્યાં છે. પાલિકાની બેદરકારીના કારણે ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 22 વર્ષિય યુવક મોડી રાતના ખાબકતાં તેને ગંભીર ઇજા પહોંચી છે. ઉમરેઠ નગરપાલિકામાં ભાજપના સત્તાધિશ કાઉન્સીલર એક બીજા સાથે રાજરમત રહી રહ્યાં છે. આ ટાંટીયા ખેચ રમતમાં હવે પ્રજાના કામો અટવાયાં છે. પ્રજાની સુખાકારીની કોઇને પડી નથી. દરમિયાનમાં 22મી માર્ચ,23ના રોજ રાત્રીના સમયમાં ઉમરેઠ પીપળીયા ભાગવત વિસ્તારમાં રહેતા એજાઝ ઈમ્તિયાઝ ચૌહાણ જમીને ઉમરેઠ એસએનડીટી ગ્રાઉન્ડ તરફ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા જતા ત્યાં રોડ ઉપર ઉમરેઠ નગરપાલિકા દ્વારા બનાવેલા કાંસ પર ઢાંકણાઓ ખુલ્લા હોવાના કારણે કાંસના ખુલ્લા ઢાંકણાના લીધે તેમાં પડ્યાં હતાં. જોકે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ખુલ્લા ગટરમાં પડેલા યુવાનને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં.