મનાલીઃ હિમાચલ પ્રદેશનું (Himachal Pradesh) કુલ્લુ-મનાલી (Kullu Manali) પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. દર વર્ષે લાખો લોકો અહીં વેકેશન કરવા માટે પહોંચે છે અને પેરાગ્લાઈડિંગથી (Paragliding) લઈ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. જેમાં પ્રવાસીઓને વધુ ગમતી એક્ટિવિટી પેરાગ્લાઈડિંગ છે, જેમાં પ્રવાસીઓ જીવના જોખમે રોમાંચિક રીતે આ એક્ટિવિટી કરતા હોય છે. હાલમાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે એક મોટી દુર્ઘટના (Accident) બની હતી. જેમાં એક પ્રવાસી યુવક હજારો ફૂટની ઊંચાઈથી નીચે પટકાયો હતો, અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ (Death) નિપજ્યું હતું જ્યારે તેના પાયલોટનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસ તપાસ કરી રહી છે તેમજ આ યુવક કોણ છે તેની પણ તપાસ ચાલી રહી છે.
ડોભી વિસ્તારમાં બની મોટી દુર્ઘટના
કુલ્લુ જિલ્લાના ડોભી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. 30 વર્ષીય મહારાષ્ટ્રીયન પ્રવાસી કુલ્લુ ફરવા માટે આવ્યો હતો મળતી માહિતી અનુસાર આ યુવક અહીં પેરાગ્લાઈડિંગ કરતી વખતે હજારો ફૂટની ઊંચાઈથી પડી ગયો અને તેનું મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, પેરાગ્લાઈડિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે વ્યક્તિ સેંકડો ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયો હતો. આવી સ્થિતિમાં પ્રવાસીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પેરાગ્લાઈડરનો પાયલોટ સુરક્ષિત છે.
પ્રવાસી મનાલીની મુલાકાતે આવ્યા હતા
મૃતક પ્રવાસીની ઓળખ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના શિરવાલ ગામના સૂરજ સંજય શાહ (ઉં.વ 30) તરીકે થઈ છે. તે તેના મિત્રો સાથે મનાલી ફરવા આવ્યો હતો. કુલ્લુના પોલીસ અધિક્ષક (SP) ગુરદેવ શર્માએ રવિવારે જણાવ્યું હતું કે પોલીસને માહિતી મળી હતી કે ડોભી વિસ્તારમાં એક વ્યક્તિ ઊંચાઈએ પેરાગ્લાઈડિંગ કરતી વખતે પેરાગ્લાઈડર પરથી નીચે પડી ગયો હતો.
ત્યારે તેમણે વધુમાં જાણવા મળ્યુું છે કે ” પેરાગ્લાઈડિંગના બનેલી દુર્ઘટનામાં પાયલોટનો સુરક્ષિત બચાવ થયો છે, પરંતુ આ ઘટનામાં પ્રવાસીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું,” એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતાની કલમ 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતું કૃત્ય) અને 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.” કુલ્લુ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે મૃતકની ઓળખ કરી તેના મૃતદેહને મહારાષ્ટ્ર મોકલવાની કાર્યવાહી કરી છે.