સુરત (Surat): સુરત શહેરમાં રોગચાળો (Epidemic) ચિંતાજનક હદે વધ્યો છે. ઝાડા, ઉલટી અને તાવ જેવી બિમારીમાં સપડાઈને નાની વયના લોકો મૃત્યુ (Death) પામી રહ્યાં છે. આવો જ એક બનાવ શહેરના વેસુ વિસ્તારમાં બન્યો છે. અહીં તાવની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા 22 વર્ષીય યુવકનું મોત થયું છે. જ્યારે પાંડેસરા તૃપ્તિનગરમાં રહેતી 15 વર્ષીય સોનુબેન પારસભાઈ ચૌધરી ને આજે બપોરે અચાનક ઉલટી થયા બાદ ઢળી પડતા સિવિલ લવાય હતી. જ્યાં ડોક્ટરોએ સોનુને મૃત જાહેર કરી હતી.
વેસુના ઓમ ટેરેસમાં ગાર્ડનીગ કરતા એક યુવકનું તાવમાં મૃત્યુ (Young Man Death) પામ્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતકના ભાઈ જીવને જણાવ્યું હતું કે રિતેશ બે વર્ષ પહેલાં જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. 2-4 દિવસથી તાવમાં સપડાયો હતો. ખાનગીમાં સારવાર લીધા બાદ તબિયત બગડતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોત ને ભેટ્યો હતો. પરિવારના ત્રણ સંતાનોમાં મોટો દીકરો હતો.
જીવન (મૃતકના નાના ભાઈ) એ જણાવ્યું હતું કે પિતાના અવસાન બાદ મોટા ભાઈ રિતેશના માથે ઘરની તમામ જવાબદારી આવી ગઈ હતી. રિતેશ ગજાનદન સીરાની (ઉં.વ.22) સુરતના વેસુ વિસ્તારમાં હાઈ રાઈઝ બિલ્ડીંગોમાં ગાર્ડન કેળવણી નું કામ કરતો હતો. જોકે અચાનક તાવ માં સપડાતા એને ભતાર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ રિતેશનું મોત નીપજ્યું હતું. દુઃખદ ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
વધુમાં જણાવ્યું હતું કે રિતેશ ના બીજા બે નાના ભાઇ અને વિધવા માતા છે. રિતેશ પરિવારનો આર્થિક સહારો હતો. રિતેશ પહેલીવાર તાવમાં સપડાયો હતો. તાવ, ડેન્ગ્યુ અને મેલેરિયાનો રિપોર્ટ પણ નોર્મલ આવ્યો હતો. રિતેશના મૃત્યુના સામાચાર સાંભળી માતા આઘાતમાં સરી ગયા છે.
પાંડેસરા તૃપ્તિનગરમાં રહેતી 15 વર્ષીય સોનુબેન પારસભાઈ ચૌધરી ને આજે બપોરે અચાનક ઉલટી થયા બાદ ઢળી પડતા સિવિલ લવાય હતી. જ્યાં ડોક્ટરોએ સોનુને મૃત જાહેર કરી હતી. મામા શંભુ ભાઈએ જણાવ્યું હતું કે બે સંતાનોમાં સોનુ મોટી દીકરી હતી. ધોરણ-8 માં અભ્યાસ કરતી હતી. મૂળ રાકસ્થાનના રહેવાસી છે. પિતા નાઈટ ડ્રેસના વેપારી છે. સોનુને 8-10 દિવસથી હાથપગ પણ દુખતા હતા. પણ ઉલટી આજે જ થઈ અને સોનુએ છેલ્લા શ્વાસ લીધા હતા.