સુરત(Surat) : શહેરના ભેસ્તાનના (Bhestan) જય અંબે નગરમાં યુવકનું તાડી પીધા બાદ મોત (Death) નિપજ્યું હોવાની શંકાસ્પદ ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ભેસ્તાન પોલીસે યુવકના મોતનું સાચું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે.
- ભેસ્તાનના જયઅંબે નગરની ઘટના
- તાડી પીધા બાદ 21 વર્ષીય યુવકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાનના જ્ય અંબે નગરમાં 21 વર્ષીય યુવક અંબાદાસ સુરેશ પાટીલનું રહસ્યમ સંજોગોમાં મૃત્યુ થયું છે. યુવકની તબિયત બગડી તે પહેલાં તેણે તાડી પીધી હોવાની વિગતો બહાર આવી છે. મૂળ મહારાષ્ટ્રનો વતની અંબાદાસ સુરતમાં 15 વર્ષથી રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. તેના પરિવારમાં 3 બહેનો અને માતાપિતા છે. પરિવારની જવાબદારી તેના શિરે હતી.
અંબાદાસના પરિવારે જણાવ્યું હતું કે, મજૂરી કામ પરથી અંબાદાસ સોમવારની રાત્રે આઠ વાગ્યે તાડી પીને ઘરે આવ્યો હતો. તે ઘરની બહાર ઢળી પડયો હતો. તેથી તેને ઉપાડી ઘરમાં ખાટલા પર સુવડાવાયો હતો. ત્યારબાદ 108 બોલાવી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. ઘટનાની જાણ બાદ ભેસ્તાન પોલીસ પણ દોડી ગઈ હતી. અંબાદાસના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમ કરાયું છે. હાલ તપાસ ચાલી રહી છે.