Gujarat Main

પાવાગઢ માતાજીના દર્શન માટે 6 દિવસ સુધી પગથીયા ચઢી જવું પડશે

ગોધરા : યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ ઉડન ખટોલા  (રોપ-વે ) સેવા તારીખ 13થી 18ડિસેમ્બર બંધ રહેનાર છે. રોપ-વે ની મેઇન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી   6દિવસ સુધી  અહીં આવતા દર્શનાર્થીઓને પગપાળા માતાજીના દર્શન કરવા માટે જવું પડશે. પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સ્થાનિક  રાજ્ય સહિત અન્ય રાજ્યમાંથી પણ ઘણા બધા માઇભકતો ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આવતા હોય છે. માતાજીના દર્શન કરવા આવતા મોટાભાગના ભક્તો ઉષા બ્રેકો લીમીટેડ સંચાલિત ઉડન ખટોલા  (રોપ-વે )સેવા દ્વારા જવાનું વધુ પસંદ કરતા હોય ત્યારે તારીખ 13થી 18 ડિસેમ્બર દરમિયાન મેઇન્ટેનન્સની  કામગીરી કરવામાં આવનાર હોવાથી આ  દિવસોમાં રોપવે સેવા સંપૂર્ણ  બંધ રહેનાર  છે.

જ્યારે ઉડન ખટોલા આ 6 દિવસોમાં બંધ રહેતા અહી દર્શનાર્થે આવતા  માઇ  ભક્તોને  પગથિયાં ચઢી ને માતાજી ના દર્શન કરવા જવું પડશે તો નવાઈ નહી.ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા પાવાગઢ દર્શનાર્થે આવતા માઈભક્તોને હિલ સ્ટેશન જેવો માહોલ હોય તેવો અહેસાસ થઇ રહ્યો હતો. હાલ બદલાયેલા વાતાવરણને લઇ ને ડુંગર પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા  અનેક પ્રવાસીઓ પાવાગઢ ખાતે શુક્ર શનિ અને રવિવાર ના દિવસમાં મોટી સંખ્યામાં ઉમટી શકે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે.

Most Popular

To Top