પ્લાસ્ટિક કપ બંધ કર્યા (ગરમ ચાહ પીવા) પણે તેના કરતા પણ ઘણું ખતરનાક પ્લાસ્ટિક થેલીમાં પાર્સલ કરવાનું કામ. ચાહ ઉકળતી પ્લાસ્ટિક થેલીમાં નાખી ડિલિવરી થાય છે, પ્લાસ્ટિક થેલીમાં ચહા (ગરમ) પાંચ-દસ કે પંદર મિનિટ રહે છે પછી માણસો કારીગરો વગેરે લોકો પીએ છે. જેમ વધુ સમય ગરમા ગરમ ચહા પ્લાસ્ટિક થેલીમાં રહે ચે તેમ તેમ પ્લાસ્ટિક પીગળે ચે અને એ પીગળેલું પ્લાસ્ટિક ચાહની સાથે આપણા મોં માં જાય છે અને કેંસર જેવી બિમારી થઈ શકે છે.
સરકારી ખાતાઓમાં પણ પ્લાસ્ટિક થેલીવાળી ચહા પાર્સલ જાય છે અને ઘણા લોકો પીએ છે તો પહેલી ટકે આ પ્લાસ્ટિક ચહાનું પાર્સલ બંધ કરાવવું જોઇએ. એવા ઘણા કેંસરના દર્દીના ટેસ્ટ રિપોર્ટમાં પ્લાસ્ટિક મળેલ છે. હાલ પ્લાસ્ટિક કપની જગ્યા પર કાગળના કપ આપવામાં આવે છે, આ કાગળના કપમાં મીણ પાથરવામાં આવેલું હોય છે જે પણ પીગળીને મોમાં જતું હોય તે નુકસાનકર્તા છે. માટે પહેલી ટકે આ ટાઇપના પાર્સલ બંધ કરી થર્મોસ કે સ્ટીલના બાટલામાં જ ચહાની ડિલિવરી થવી જોઇએ. એવો કાયદો લાવવો જોઇએ.
સુરત – દીનેશ જરીવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઉપાય શોધો
ચૌટાનાં વર્ષો જુના વિકટ પ્રાણપ્રશ્નોનો કોઇ ઉકેલ દેખાતો નથી. રોજનું કમાઈને રોજ ખાનાર ફેરિયાઓના પેટ પર પાટુ મારતાં પહેલાં થોડું તો વિચારો. દુકાનદારો, શાહુકારો, પાથરણાંવાળાં, કટલરીવાળાં રોજના સવારના ઉછીના પૈસા લઇ બે પૈસાના નફામાંથી શાહુકારોને ચક્રવૃધ્ધિ વ્યાજ ચૂકવે છે તેમાં પાછા ખંડણીખોરો ધાકધમકીથી ખંડણી ઉઘરાવે છે. પોલીસ અમલદારો તેમજ કોર્પોરેશનનું દાપુ જૂદું. બુધ્ધિશાળી કોર્પોરેટરો અને રાજકારણીઓ આનો ઉકેલ માત્ર એક વિશાળ મલ્ટીપલ હોકિંગ ઝોન આપો તેમાં પાણી, શૌચાલય જેવી મૂળભૂત જરૂરિયાતની સગવડ આપો. સાથે અંડર ગ્રાઉન્ડની પાર્કિંગ વ્યવસ્થા કરો, જેથી ટ્રાફિક જામ પણ ન થાય. બુધ્ધિજીવીઓ ભેગા મળી આનો કોઇ પ્રેકિટકલ ઉપાય શોધો.
સુરત – અનિલ શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.