World

પુતિનના ‘કસાઈ’ તરીકે ઓળખાતા યેવજેનીએ બળવો કેમ કર્યો? આ છે કારણ…

નવી દિલ્હી: રશિયામાં (Russia) ગૃહયુદ્ઘની સ્થિત સર્જાઈ છે. પુતિનની ખાસ મનાતી ખાનગી આર્મી વેગનર (Wagner Group) રશિયામાં આંતરિક બળવો કર્યો છે. વેગનરના સૈનિકો અને રશિયન સૈન્ય વચ્ચે તણાવ વધ્યો છે. આ આંતરિક બળવા માટે બે કારણોને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે.

નિષ્ણાંતો દ્વારા એવી સંભાવના વ્યકત કરવામાં આવી છે કે યેવજેનીએ પોતાની તાકત પુતિન જેટલી કરવી છે જેથી તે પુતિનને સત્તામાંથી ઉખાડી શકે. જ્યારે અન્ય એક એવી પણ સંભાવના છે કે પુતિને યેવજેનીની સફળતાની સરાહના કરી ન હતી. ચાલો જાણીએ એક ગુનેગાર તેમજ હોટડોગનો વ્યવસાય કરનાર યેવજેની પુતિનના ખાસ કેવી રીતે બન્યો અને હવે કેમ તેણે પુતિનની સામે બળવો કર્યો છે.

યેવજેનીને “પુતિનના શેફ” તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું હતું
યેવજેની રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો એટલો ખાસ હતો કે લોકો તેને “પુતિનનો શેફ” તરીકે ઓળખતા હતા. પરંતુ એકાએક બંને વચ્ચેના સંબંધો એટલા ખાટા થયા ગયા કે બંને એકબીજાની સામે થઈ ગયા છે. સપ્ટેમ્બર 2022માં જ્યારે યુક્રેનની સેનાએ રશિયા પર વળતો હુમલો કર્યો હતો ત્યારે યેવજેનીનાં વેગનરાનાં સૈનિકોઓએ તે સ્થિતનો સામનો કર્યો હતો. યુક્રેનના બખ્મુત શહેર પર ક્બજો જમાવવા માટે પણ વેગનરના સૈનિકોની ભૂમિકાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

યેવજેનીએ 90ના દશકમાં તેણે શહેરમાં સૌથી મોંઘુ રેસ્ટોરાં ખોલ્યું અને નસીબ પલ્ટાયું
“પુતિનનો શેફ” ઉપનામ મેળવનાર યેવજેનીનો જન્મ 1961માં લેનિનગ્રાડમાં થયો હતો. લગભગ 20 વર્ષની ઉંમરમાં તેના પર મારપીટ, લૂંટફાટ જેવાં ગુનાઓનો આરોપ લાગ્યો હતો. આવા અનેક કેસોના લીધે કોર્ટે તેને 13 વર્ષની સજા કરી હતી. જો કે 9 વર્ષમાં જ તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે હોટ ડોગ વેચવાનું શરૂ કર્યું હતા જેમાં તેને સફળતા મળી. 90ના દશકમાં તેણે શહેરમાં સૌથી મોંઘુ રેસ્ટોરાં ખોલ્યું હતું. લોકપ્રિયતા વધતા રશિયાના રાષ્ટ્રપતિએ તેમજ વિદેશી અન્ય મહેમાનો આ રેસ્ટોરાંની મુલાકાત લેતા થયા. જેના કારણે યેવજેનીની મુલાકાત પુતિન સાથે થઈ અને સમય જતાં તે પુતિનના નજીકમાં ગણાતો થયો. જોકે તે રાજનીતિમાં જોડાયો નહીં.

વેગનર ગ્રુપને પુતિનની શેડો આર્મીના રૂપે ઓળખ મળી
પુતિનના શેફ પછી યેવજેનીને વિદેશમાં પુતિનના રાઈટ હેન્ડના નામથી ઓળખ મળી. આ સમયે તેણે ખૂબ પૈસા કમાયા અને તેણે રશિયાની સેના સાથે પોતાની પ્રાઈવેટ સેના બનાવવા માટેની માગ કરી. આ માટે પુતિનનો પણ તેણે ઉપયોગ કર્યો. યેવજેનીની આ પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપને પુતિનની શેડો આર્મીના રૂપે ઓળખ મળી. આ સેનાએ આફ્રિકામાં રશિયાનો પ્રભાવ વધારવા માટે ધણી મદદ કરી હતી.

આ કારણ હોય શકે છે બળવા પાછળ
યેવજેનીને થોડાં સમય પછી મીટર ગ્રાઈન્ડરની ઉપમા મળવા લાગી. જેના કારણે તેણે કહ્યુ કે આવું કહેવાની જગ્યાએ મને પુતિનનો કસાઈ કહેવો જોઈએ. તેને જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ રશિયન સેનાએ તેની ટીકા કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પુતિન તરફથી પણ સરાહના મળતી ન હતી મળતી. જેના કારણે પણ આ બળવો થયું હોવાનું અનુમાન છે.

યેવજેની પુતિન અને તેના આદેશોનું પાલન કરવાથી મનાઈ કરી રહ્યો છે. તેણે દેશના ટોચના અધિકારીઓ સામે શબ્દોનું યુદ્ધ ચલાવ્યું અને તેના માણસોને રશિયન અધિકારીનું અપહરણ કરવાનો આદેશ પણ આપ્યો. હવે સવાલ એ છે કે પુતિનના આ વફાદાર સાથી આવું કેમ કરી રહ્યો છે. કેટલાક નિષ્ણાતો માને છે કે યેવજેની પુતિન સમાન એક સમાંતર શક્તિશાળી બનવા માંગે છે તેમજ તેના જૂના મિત્રને સત્તામાંથી દૂર કરવા માગે છે.

Most Popular

To Top