National

યમુના એક્સપ્રેસ વે પાસે સૂટકેસમાંથી મળી યુવતીની લાશ, શરીર પર ગોળી અને ઈજાના નિશાન

મથુરા: (Mathura) ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મથુરાના થાના રાયા વિસ્તાર હેઠળ યમુના એક્સપ્રેસ વે (Yamuna Express Way) પાસે એક યુવતીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. યુવતીની ડેડ બોડીને (Dead Body) અહીં લાલ રંગની સુટકેસમાં પોલીથીનમાં પેક કરી ફેંકી દેવામાં આવી હતી. આ યુવતી કોણ છે, ક્યાં રહે છે, તેનો હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. પોલીસે (Police) અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

જિલ્લાના કસવા રાયાના મથુરા રોડ પર યમુના એક્સપ્રેસ વે નજીક કૃષિ સંશોધન કેન્દ્ર નજીક એક લાલ રંગની ટ્રોલી બેગમાંથી પોલિથીનમાં પેક કરેલી અજાણી યુવતીની લાશ મળી આવી હતી. સુટકેસમાંથી લાશ મળી આવતાં પ્રાદેશિક પોલીસે તેમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે. મૃતદેહના ફોટા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તેમજ આસપાસના જિલ્લાઓને મોકલી આપવામાં આવ્યા છે. રાયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ઓમહરી વાજપેયીએ જણાવ્યું કે યુવતીની ઉંમર 21-22 વર્ષની આસપાસ છે. રંગ ગૌરવર્ણ, લાંબા કાળા વાળ, જેના ગ્રે ટી-શર્ટ પર લેઝી ડેઝ લખેલું છે. વાદળી રંગનું સફેદ પાંદડાવાળું પલાઝો પહેર્યુ છે. આ સિવાય ડાબા હાથ પર લાલ કલાવ કાળો દોરો બાંધેલો છે. સુટકેસમાંથી સફેદ જાંબલી રંગની સાડી મળી આવી છે. પગના નખ પર લીલો નેલ પેઇન્ટ છે. પોલીસે જણાવ્યું કે યુવતીના ચહેરા પર લોહીના નિશાન હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સૂટકેસમાં રાખીને અહીં ફેંકી દેવામાં આવ્યો હતો.

યુવતીની છાતીમાં ગોળીના નિશાન મળી આવ્યા
લાવારિસ મળી આવેલી બેગ અંગે લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ટ્રોલીની સૂટકેસ ખોલીને જોતા તેમાં યુવતીની લાશ જોઈ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર યુવતીની છાતીમાં ગોળી વાગી હતી. તેના શરીરમાં અનેક જગ્યાએ ઈજાના નિશાન જોવા મળ્યા છે. માહિતી મળતા સીઓ મહાવન આલોક સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

યુવતીની ઓળખ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
એસપી ત્રિગુન બિસેને જણાવ્યું કે મૃતક યુવતીની ઓળખ કરવા અને હત્યારાઓને પકડવા માટે પોલીસની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે હજુ સુધી તેની ઓળખ થઈ નથી. યુવતીની ઓળખ માટે તેના ફોટોગ્રાફ્સ જિલ્લાના પોલીસ સ્ટેશનો તેમજ અન્ય જિલ્લાઓમાં ફરતા કરવામાં આવ્યા છે.

એક વર્ષ પહેલા ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા
એક વર્ષ પહેલા મથુરામાં એક માતા અને બે પુત્રોની હત્યા કરીને સુરીર, નૌજીલ અને બલદેવ વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના કિનારે ફેંકી દેવામાં આવી હતી. પોલીસે આ વાતનો ખુલાસો કર્યો છે. ત્રણેયની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ત્રણેયની હત્યા મહિલાના પતિએ તેના સાગરિતો સાથે મળીને કરી હતી. આ પછી મૃતદેહોને યમુના એક્સપ્રેસ વેના કિનારે ફેંકી દેવામાં આવ્યા હતા. એક વર્ષ બાદ પોલીસે ત્રિપલ મર્ડર કેસનો ખુલાસો કરી આરોપીઓને જેલમાં મોકલી આપ્યા હતા.

Most Popular

To Top