Sports

કુસ્તીમાં ભારતને એક જ દિવસમાં ત્રણ ગોલ્ડ મળ્યા, દીપક પુનિયાની ગોલ્ડન જીત

બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games) ભારતીય કુસ્તીબાજોએ (Wrestlers) બાજી મારી છે. આઠમાં ચાર-ચાર ભારતીય કુસ્તીબાજોએ બર્મિંગહામમાં ચાલી રહેલી ગેમ્સની (Games) ફાઇનલમાં (Final) પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ફાઇનલમાં પહોંચેલા કુસ્તીબાજોમાં બજરંગ પુનિયા, દીપક પુનિયા, સાક્ષી મલિક અને અંશુ મલિકના નામ સામેલ છે. આટલું જ નહીં મોહિત ગ્રેવાલ અને દિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની આ શાનદાર જીત પછી મેડલ ટેલીમાં ભારત 6ઠ્ઠા સ્થાને પહોંચતા દક્ષિણ આફ્રિકા 7માં સ્થાને સરકી ગયું છે.

ભારતે કુસ્તીમાં એક જ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધા છે. બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પછી દીપક પુનિયાએ ભારતને ગોલ્ડન જીત અપાવી છે. તેણે ફાઈનલ મેચમાં પાકિસ્તાનના પ્લેયરને પટકયો હતો.

સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો
સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો છે. સાક્ષી મલિકે મહિલાઓની 62 કિગ્રાની ફાઇનલમાં બાય-ફોલ દ્વારા કેનેડાની એના ગોડિનેઝ ગોન્ઝાલેઝને 4-4થી હરાવી હતી. સાક્ષી મલિક એક સમયે 4-0થી પાછળ હતી પરંતુ એક જ દાવમાં તેણે કેનેડિયન ખેલાડીને પછાડી દીધી હતી.

બજરંગ પુનિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો
બજરંગ પુનિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. મેન્સ ફ્રી સ્ટાઇલ 65 કિગ્રામાં બજરંગ પુનિયાએ કેનેડાના એલ. મેકલીન 9-2થી માત આપી છે. બજરંગે પહેલા હાફમાં ચાર પોઈન્ટ લીધા હતા. ત્યારપછી બીજા હાફમાં મેકલીને બે પોઈન્ટ સાથે વાપસી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બજરંગે આવું ન થવા દીધું. અંશુ મલિકે મહિલાઓની 57 કિગ્રાની ફાઇનલમાં નાઇજિરિયાની ઓડુનાયો ફોલાસાડેનો સામનો કર્યો હતો પરંતુ અંશુ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકી ન હતી અને 3-7થી હારી ગઈ હતી. અંશુએ છેલ્લી સેકન્ડોમાં કેટલાક પોઈન્ટ મેળવીને વાપસી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પૂરતો ન હતો. જો કે હવે અંશુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. બીજી તરફ ઓડુનાયોનો આ સતત ત્રીજો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. દીપક પુનિયાએ ફ્રીસ્ટાઇલ 86 કિગ્રાની કેટેગરીમાં કેનેડાના એલેક્ઝાન્ડર મૂરને 3-1થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જ્યાં તેનો સામનો પાકિસ્તાનના મહંમદ ઇનામ સાથે થશે.

નાઈજીરિયાની દિવ્યા કાકરાન મહિલા ઓબોરુદ્દુ બ્લેસિંગ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ
નાઈજીરિયાની દિવ્યા કાકરાન મહિલા ઓબોરુદ્દુ બ્લેસિંગ 68 કિગ્રા વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. પરંતુ બાદમાં બ્લેસિંગ ફાઇનલમાં પહોંચી, જેના કારણે દિવ્યાને રેપેચેજ રાઉન્ડ રમવાની તક મળી. મોહિત ગ્રેવાલ (125 કિગ્રા)ને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top