મુંબઇ : આજે મંગળવારે અહીં રમાયેલી પોતાની અંતિમ લીગ મેચમાં (Match) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુંબઇ ઇન્ડિયન્સ (MI) સામે ચાર વિકેટે પરાજય થવાની સાથે જ તેના અભિયાનનો હાર સાથે અંત આવ્યો હતો. આરસીબીની (RCB) ટીમ પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઇ ગઇ છે. આજે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના બોલરોએ પહેલા આરસીબીને 9 વિકેટે 125 રન સુધી સિમિત રાખી હતી અને તે પછી 6 16.3 ઓવરમાં 6 વિકેટના ભોગે લક્ષ્યાંક આંબી લઇને મુંબઇ ઇન્ડિયન્સે મેચ 4 વિકેટે જીતી લીધી હતી.
- પ્લેઓફમાંથી પહેલાથી જ આઉટ થઇ ગયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું અભિયાન પરાજય સાથે સમાપ્ત
- મુંબઇ ઇન્ડિયન્સે પહેલા આરસીબીને 125 રન સુધી સિમિત રાખ્યા પછી 16.3 ઓવરમાં લક્ષ્યાંક આંબી લીધો
મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય કર્યા પછી બેટીંગમાં ઉતરેલી આરસીબીની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પહેલી ઓવરમાં જ ઓપનર સોફી ડિવાઇન શૂન્ય રને આઉટ થઇ હતી. જો કે મંધાના અને એલિસ પેરીએ સ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પણ એમેલિયા કેરે ત્રણ ઝડપી વિકેટ ખેરવીને તેમને બેકફૂટ પર ધકેલી દીધા હતા. 91 રનના સ્કોર પર પેરી પણ આઉટ થતાં મોટા સ્કોર પર પહોંચવાની તેમની આશાનો અંત આવ્યો હતો અને અંતે આરસીબી 9 વિકેટે 125 રન બનાવી શકી હતી. લક્ષ્યાંક આંબવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સને યાસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યૂસે આક્રમક શરૂઆત અપાવી હતી. જો કે બંનેની વિકેટ નજીકના ગાળામાં પડ્યા પછી વધુ બે વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 4 વિકેટે 73 રન થયો હતો. એમેલિયા કેરે તે પછી 31 રનની નોટઆઉટ ઇનિંગ રમીને પોતીની ટીમને જીતાડી હતી.