Sports

WPL Auction 2023: ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની સ્ટાર ખેલાડીઓ 3 કરોડથી વધુમાં વેચાઈ

મુંબઈ: (Mumbai) મુંબઈમાં પહેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની (Players) હરાજી કરવામાં આવી. મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલા ઓક્શનની શરૂઆત બપોરે 2.30 કલકથી થઈ હતી. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો જોવા મળશે. આજે 448 ખેલાડીઓની બોલી લગાવવાની છે. જેમાંથી માત્ર 90 જ વેચાવાના છે. દરેક ટીમને 15 થી 18 ખેલાડીઓની ટીમ બનાવવાની સ્વતંત્રતા મળશે. ઓક્શનની શરૂઆત સ્મૃતિ મંધાનાના નામથી થઈ હતી. તેમને બેંગલોરે 3.4 કરોડમાં ખરીદી હતી. ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર એશલે ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સે રૂ. 3.20 કરોડમાં સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર નેટ સીવરને મુંબઈ ઈન્ડિયન્સે 3.2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી હતી.

ભારતની સ્ટાર ખેલાડીઓની વાત કરીએ તો ભારતની જેમિમા રોડ્રિગ્ઝ પાકિસ્તાન સામે કરેલા શ્રેષ્ઠ પ્રદર્શન બાદ દિલ્હી કેપિટલ્સે રૂ. 2.20 કરોડમાં ખરીદી હતી. જ્યારે શેફાલી વર્માને રૂ. 2 કરોડમાં ખરીદી હતી. દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે 2.6 કરોડમાં ખરીદી છે. જ્યારે રેણુકા સિંહને બેંગલોરે 1.5 કરોડમાં ખરીદી છે. નતાલીને 3.2 કરોડમાં મુંબઈએ ખરીદી છે. પહેલા સેટમાં સ્મૃતિ સિવાય ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર એક કરોડ 80 લાખ રૂપિયામાં વેચાઈ હતી જેઓને મુંબઈએ ખરીદ્યા હતા.

જ્યારે ઓસ્ટ્રેલિયાની સ્ટાર વિકેટકીપર બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ઇંગ્લેન્ડની સોફિયા ડંકલીને ગુજરાત જાયન્ટ્સે 60 લાખમાં ખરીદી હતી. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગને દિલ્હીએ 1.10 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જ્યારે ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ, દક્ષિણ આફ્રિકાની તાજમીન બ્રિટ્સ અને લૌરા વોલ્વાર્ડ અને ઈંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ અનસોલ્ડ રહી હતી. સોફી ડિવાઈનને બેંગલોરે 50 લાખમાં ખરીદી હતી અને એશ્લે ગાર્ડનરને ગુજરાતે 3.2 કરોડમાં ખરીદી હતી. જ્યારે હેલી મેથ્યુઝ અનસોલ્ડ રહી. તેમની બેઝ પ્રાઈસ 50 લાખ હતી. તાહિલીયા મેક્ગ્રાને યુપીએ એક કરોડ 40 લાખમાં ખરીદી.

દક્ષિણ આફ્રિકાની સ્ટાર ઓલરાઉન્ડર શબનીમ ઈસ્માઈલને યુપી વોરિયર્સે એક કરોડમાં ખરીદી હતી. ન્યુઝીલેન્ડની યુવા ઓલરાઉન્ડર એમેલિયા કેરને મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડ રૂપિયામાં તો ઓસ્ટ્રેલિયાની સ્ટાર વિકેટકીપર બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાની સ્ટાર વિકેટકીપર બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના, ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને શફાલી વર્મા જેવી ખેલાડીઓને સૌથી વધુ બેઝ પ્રાઇસ બ્રેકેટમાં સ્થાન મળ્યું છે. કુલ 13 વિદેશી ખેલાડીઓ પણ 50 લાખની મૂળ કિંમત સાથે સ્લેબમાં સ્થાન મેળવ્યું છે. આ ખેલાડીઓ છે એલિસ પેરી, સોફી એક્લેસ્ટન, સોફી ડિવાઇન અને ડેન્ડ્રા ડોટિન. હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાંથી 30 ખેલાડીઓને રૂ. 40 લાખના બેઝ પ્રાઈસ બ્રેકેટમાં મૂકવામાં આવ્યા છે.

જો પર્સ વિશે વાત કરીએ તો WPL ટીમને હરાજીમાં ખરીદવા માટે 12 કરોડ રૂપિયાનું પર્સ મળશે. પર્સમાં દર વર્ષે 1.5 કરોડ રૂપિયાનો વધારો થતો રહેશે. જોકે, આ રકમ પુરુષોની IPLની સરખામણીમાં ઘણી ઓછી છે. તેમાં એક ટીમ પાસે 95 કરોડ રૂપિયાનું પર્સ છે.

Most Popular

To Top