Columns

ગૃહ દેવસ્થાનના દેવોનું પૂજન

ગૃહ દેવસ્થાનના દેવોનું પૂજન દિવસના પ્રારંભનું મહત્ત્વનું, અગત્યનું શ્રેષ્ઠ કાર્ય છે. માણસ પોતાના અનેક આવશ્યક કે અનાવશ્યક કામ માટે સમય ફાળવે છે પણ દેવપૂજન માટે પ્રાધાન્ય આપીને સમય કાઢવામાં અસમર્થ બને છે. પૂજાને સમય આપવાથી અનેક લાભ મળતા હોય છે. મન એકાગ્ર બને છે. નિરેચ્છ, ચિંતામુકત બને છે. વિવેક, સંયમ અને દ્રઢતા વધે છે. માણસ શુદ્ધ ભાવથી શુદ્ધ કર્મો કરવામાં પ્રેરિત બને છે. પોતાના વ્યવસાયમાં, નોકરીમાં કારોબારમાં સત્યનિષ્ઠાનું વર્તન કરવા એનું મન નિશ્ચયી બને છે. પૂજનથી પુરુષાર્થ સાર્થક થાય છે. પ્રામાણિકતાના શપથ યાદ આવે છે. પરોપકારની ભૂખ જાગ્રત થાય છે. સત્યની તરસ છીપાય છે.

દેવસ્થાનમાં કુળદેવ અને કુળસ્વામીની હોવી જોઈએ. વિષ્ણુ (શાલીગ્રામ) સૂર્ય, શિવ, ગણેશ અને દેવી આ પંચાવાતન દેવતાઓનો સમાવેશ હોવો જોઈએ. નંદ, કામધેનુ ગાય, અન્નપૂર્ણા, ઇષ્ટદેવનું પ્રતીક કૃષ્ણલાલો, ગંગાકુંભી, શંખ, ઘંટડી, દીવડી, કલશ નાનીપનાલી આચમની, નિરાંજન, ધૂપદાની, કપૂરપાત્ર, તરભાણું, અગરબત્તીઘર, ચંદનકષ્ટ, ચંદન ઘસવાનું ઓરસિયું, દેવો માટે સ્વચ્છ આસન, વસ્ત્ર, સૌભગ્ય દ્રવ્યોમાં કંકુ, હળદર, અબીલ, ગુલાલ, બુકો (કાળો ગુલાલ) આદિ વસ્તુ સાહિત્ય દેવસ્થાન છે અને દેવપૂજન તેનો પ્રારંભ છે. તમે કોઇ પણ કારણથી બહાર જાવ તો તમારે અનેક દૃષ્કૃતો જોવામાં આવે. કલીકાળમાં, અભદ્રતા, અશ્લીલતા, અર્વાચ્યતા, અનીતિ અમાનુષતાનું દર્શન થતું જ હોય છે. આપણું મન સાત્ત્વિક,નિર્મોહી, પવિત્ર રહે એ માટે દેવપૂજન માણસને ધૈર્યબળ આપે છે. દુરાગ્રહનો સામનો કરવાની શક્તિ આપે છે. સત્ય સાથે રહેવાનું મનોબળ આપે છે. પાપાચરણ અટકાવે છે અને સત્કર્મો કરવાની પરંપરા જાળવે છે.

તમારું આ સવારનું દેવપૂજન રાત સુધી તમને પવિત્ર, શુદ્ધાચારી રાખીને, તમારા કર્તવ્યોમાં પ્રાણ પૂરીને પરોપકારી કર્મ કરવાની પ્રેરણા આપે છે, તમને દંભ, લોભ લાલચ અને કામવાસનાથી અવિપ્ત રાખે છે. પૂજામાં ઉપચાર ક્રિયામાં ફળ તાંબુલ દક્ષિણનો ઉપચાર નિધિ હોય, ફળ તાંબુલ (તુલસીપત્ર ચાલે) દક્ષિણમાં યથાશક્તિ, ઇચ્છા યથાશક્તિ, ઇચ્છા પ્રમાણે દેવસ્થાન પાસે દક્ષિણારૂપે રકમ મૂકવી, જે દેવસ્થાન પાસે મૂકેલી હૂંડીમાં (ડબા કે વાસણમાં ભેગી કરવી જે ઘરની ધાર્મિક વિધિમાં કામ આવે છે, જે બહુપોલ હોય છે)

આરતી: આર્ત ભાવથી ભગવાનનું સ્મરણ એ જ આરતી છે. આરતીના મંત્રો અને કાવ્ય મોટેથી તન્મય તાપી બોલ નાના હોય છે. પ્રદક્ષિણા:- દેવ પ્રદક્ષિણા, મંદિર પ્રદક્ષિણા, ક્ષેત્ર પ્રદક્ષિણા, નદી પ્રદક્ષિણા, વૃક્ષ પ્રદક્ષિણા, તુલસી પ્રદક્ષિણા અને સ્વની પ્રદક્ષિણા, ગૃહમંદિરની તો પ્રદક્ષિણા ન થાય એટલે હાથ જોડીને ડાબેથી જમણી તરફ સ્વને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને નતમસ્તક થવું. મન શાંત અને નામસ્મરણ યુકત લખવું. નામ સ્મરણ – આપણા ઇષ્ટદેવનું કે ઉપાસ્ય દેવતાનું નામ રટન કરવાનું હોય.

મોઢું ખોલીને હોઠ હલાવીને પણ અવાજ કર્યા વગરનો જય જે હૃદયને સ્પંદન આપે છે. બીજી રીતે, હોઠ સાથે મોઢું બંધ રાખીને નામ લેવું ત્યારે નામ જપ તમારે કાને સંભળાવવા જોઇએ એ જપ તમારા મસ્તકને સ્પંદન આપે છે. કોઇ પણ દેવતાનો નામ જપ તમે બંને રીતથી કરી શકો છો તે શાસ્ત્ર ગ્રાહય છે. નામસ્મરણને સમયનું બંધન નથી, તમે કયારેક પણ નામ જપ કરી શકો છે, નામની હજારો નૌકાઓ છે, તેમાંથી તમને જે ભાવે એમાં બેસીને તમે ભવસિંધુ પાર કરી શકો છો. અવિરત નામ લેવાથી તમને ભગવાન પ્રત્યે પ્રેમ વધવાનો અનુભવ થાય છે.

બધા સંતો નામ સ્મરણ પર આવીને વિરમ્યા છે અને પ્રભુના દર્શન પામ્યા છે. નામ સ્મરણ સ્થિર ચિત્ત થવા માટે અને ભગવાનની પ્રતીતિ મેળવવા માટે સહજ સરળ સાધના છે. આપણી પાસે જે દેવદેવતા હોય, જે અનુકૂળ ઉપલબ્ધ સાહિત્ય ઉપચાર છે તેના વડે નિત્ય નિયમિત દેવ સ્થાનના દેવોનું પૂજન કરવું એ જ સંસારીઓો માટે તપ છે. વધારે આડંબર કરવું નહિ. દેવપૂજન ધર્મનું રક્ષણ છે. ધર્મ માનવતા શિખવાડે છે. માનવતા સંસ્કારનું બીજ છે અને સંસ્કારથી સંસ્કૃતિ દીપી ઊઠે છે. સંકલ્પ એ જ કરવાનો છે કે દેવ-ધર્મ-દેશ માટે નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસથી દેવપૂજન કરીશું.

Most Popular

To Top