નવી દિલ્હી: આજે ODI વર્લ્ડ કપની (World Cup 2023) 15મી મેચમાં દક્ષિણ આફ્રિકાનો (South Africa) સામનો નેધરલેન્ડ (Netherland) સામે થશે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. નેધરલેન્ડની ટીમ તેની છેલ્લી બંને મેચ હારી ચૂકી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ તેની છેલ્લી બંને મેચ જીતી છે. ટેમ્બા બાવુમા દક્ષિણ આફ્રિકા અને સ્કોટ એડવર્ડ્સ નેધરલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ધર્મશાળામાં વરસાદને કારણે ટોસમાં પણ વિલંબ થયો છે. જો કે, હવે વરસાદ બંધ થયો છે, પરંતુ વાદળછાયા વાતાવરણ છે. આઉટફિલ્ડમાંથી કવર હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ પિચ હજુ પણ ઢંકાયેલી છે. ધર્મશાળાના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે ત્યાંનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. વરસાદ બંધ થતા જ 2 વાગે ટોસ કરવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાવુમાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. હાલ ફરીથી વરસાદને કારણે મેચને રોકવામાં આવી છે.
નેધરલેન્ડ્સની પ્લેઇંગ 11 ટીમ: વિક્રમજીત સિંઘ, મેક્સ ઓ’ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (wk/કેપ્ટન), સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, રોલ્ફ વાન ડેર મેરવે, લોગન વાન બીક, આર્યન દત્ત, પોલ વાન મીકરેન.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11 ટીમ: ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કાગિસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગિડી, ગેરાલ્ડ કોએત્ઝી.