નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) આઠમી મેચમાં પાકિસ્તાન (Pakistan) સામે શ્રીલંકાનો (Sri Lanka) પડકાર છે. હૈદરાબાદના (Hyderabad) રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 50 ઓવરમાં નવ વિકેટે 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને જીતવા માટે 345 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાન સામે શ્રીલંકાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. લંકાની ટીમે 50 ઓવરમાં નવ વિકેટે 344 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને જીતવા માટે 345 રન બનાવવા પડશે. તેના માટે કુસલ મેન્ડિન્સે સૌથી વધુ 122 રન બનાવ્યા હતા. વનડેમાં આ તેની ત્રીજી સદી છે. સાદિરા સમરવિક્રમાએ 108 રનની ઇનિંગ રમી હતી. તેણે ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ બે સિવાય પથુમ નિસાન્કાએ 51 રનનું યોગદાન આપ્યું હતું. ધનંજય ડી સિલ્વાએ 25 રન, કેપ્ટન દાસુન શનાકાએ 12 રન અને દુનિથા વેલાલાગે 10 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હસન અલીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. હરિસ રઉફને બે સફળતા મળી. શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝે એક-એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાનને પહેલો ફટકો ઈમામ ઉલ હકના રૂપમાં લાગ્યો હતો. તે ચોથી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો હતો. દિલશાન મદુશંકાએ તેને કુસલ મેન્ડિસના હાથે કેચ કરાવ્યો હતો. પાકિસ્તાને સાત ઓવરમાં એક વિકેટે 37 રન બનાવ્યા છે. અબ્દુલ્લા શફીક 14 રને અને કેપ્ટન બાબર આઝમ 10 રને અણનમ છે. દિલશાન મદુશંકાએ પણ શ્રીલંકાને બીજી સફળતા અપાવી હતી. તેણે આઠમી ઓવરના બીજા બોલ પર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને આઉટ કર્યો હતો. બાબર 15 બોલમાં 10 રન બનાવીને સદિરા સમરવિક્રમાના હાથે કેચ આઉટ થયો હતો.
હસન અલીએ શ્રીલંકાને સાતમો ઝટકો આપ્યો હતો. તેણે મેચમાં તેની ચોથી વિકેટ લીધી હતી. સાદિરા સમરવિક્રમા 89 બોલમાં 108 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. તેણે 11 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શ્રીલંકાએ 48 ઓવરમાં સાત વિકેટે 335 રન બનાવ્યા હતા.