નવી દિલ્હી: વર્લ્ડ કપની (Worldcup 2023) 36મી મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે ઈંગ્લેન્ડનો (England) પડકાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 286 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને જીતવા માટે 287 રન બનાવવા પડશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 287 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી કાંગારૂ ટીમ 49.3 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કાંગારૂ ટીમને છેલ્લી ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. ક્રિસ વોક્સે એડમ ઝમ્પાને પ્રથમ બોલ પર જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ઝમ્પાએ 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. વોક્સે ત્રીજા બોલ પર મિશેલ સ્ટાર્કને આઉટ કર્યો હતો. સ્ટાર્ક 13 બોલમાં 10 રન બનાવીને મોઈન અલીના હાથે કેચ આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ 71 રન બનાવ્યા હતા. કેમરોન ગ્રીને 47, સ્ટીવ સ્મિથે 44, માર્કસ સ્ટોઇનિસે 35 અને એડમ ઝમ્પાએ 29 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર 15 રન, ટ્રેવિસ હેડ 11, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક 10-10 રન બનાવીને આઉટ થયા હતા. જોશ ઈંગ્લિશ માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. જોશ હેઝલવુડ એક રન બનાવીને અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. માર્ક વૂડ અને આદિલ રાશિદે બે-બે વિકેટ લીધી હતી. ડેવિડ વિલી અને લિયામ લિવિંગસ્ટોનને એક-એક સફળતા મળી.
બંને ટીમોના પ્લેઇંગ-11
- ઈંગ્લેન્ડ: જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (wk/c), મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રશીદ, માર્ક વૂડ.
- ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિશ (wk), કેમરોન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.