વર્લ્ડ કપ 2023ની (world Cup 2023) 14મી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો (Australia) મુકાબલો 1996ની ચેમ્પિયન શ્રીલંકા (Sri Lanka) સામે હતો. ક્રિકેટના સૌથી મોટા મંચ પર પોતાની પ્રથમ જીતની શોધ કરી રહેલા ઓસ્ટ્રેલિયાએ સોમવારે શ્રીલંકાને હરાવીને પોતાનું ખાતું ખોલ્યું હતું. બંને ટીમો તેમની પ્રથમ બે મેચ હારી હતી. ઓસ્ટ્રેલિયા 1992 પછી પ્રથમ વખત વિશ્વ કપમાં સતત બે મેચ હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ 35.2 ઓવરમાં પાંચ વિકેટે 210 રનનો ટાર્ગેટ પૂરો કર્યો હતો.
લખનઉના (Lucknow) એકાના સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 210 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આવી સ્થિતિમાં લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ (એકાના)ની બેટિંગ ફ્રેન્ડલી વિકેટ પર સારી શરૂઆત કર્યા બાદ કાંગારૂ બોલરોએ શ્રીલંકાને માત્ર 209 રન પર રોકી દીધું અને પછી 35.2 ઓવરમાં પાંચ વિકેટે મોટી જીત નોંધાવી હતી. બોલિંગમાં લેગ સ્પિનર એડમ ઝમ્પાએ ચાર વિકેટ લીધી હતી જ્યારે મિશેલ માર્શ (52) અને જોશ ઈંગ્લિસે (58) અડધી સદી ફટકારી હતી.
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ માત્ર 43.3 ઓવર જ બેટિંગ કરી શકી અને તમામ વિકેટ ગુમાવી દીધી. આ સ્થિતિ ત્યારે બની જ્યારે શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેનો વચ્ચે 125 રનની ભાગીદારી થઈ હતી. પથુમ નિસાન્કાએ સૌથી વધુ 61 રન અને કુસલ પરેરાએ 78 રન બનાવ્યા હતા. આ બે સિવાય માત્ર ચરિત અસલંકા જ 25 રન બનાવી શકી હતી, બાકીના તમામ બેટ્સમેનો સિંગલ ડિજિટમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. એડમ ઝમ્પાએ આઠ ઓવરમાં 47 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કે બે અને પેટ કમિન્સે બે વિકેટ ઝડપી હતી.
એડમ ઝમ્પાની શાનદાર બોલિંગ બાદ ઓપનર મિચેલ માર્શ (52) અને જોસ ઈંગ્લિસે (58) મેચને સારી રીતે પૂરી કરી હતી. ચોથી ઓવરમાં ઝડપી બોલર દિલશાન મધુશંકાએ એ જ ઓવરમાં પહેલા ડેવિડ વોર્નર (11) અને પછી સ્ટીવ સ્મિથ (0)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ફસાવી દીધું હતું. પરંતુ આ પછી માર્શ અને માર્નસ લાબુશેન (40) વચ્ચે ત્રીજી વિકેટ માટે સારી ભાગીદારી નોંધાઈ હતી. જ્યારે માર્શ રનઆઉટ થયો હતો આ પછી મધુશંકાએ લેબુશેનને આઉટ કરીને ચોથો ઝટકો આપ્યો હતો. વિજયમાં જ્યારે માત્ર થોડા રન બાકી હતા ત્યારે જોશ ઈંગ્લિસ પણ આઉટ થઈ ગયો હતો. પરંતુ નવા બેટ્સમેન ગ્લેન મેક્સવેલે સારા શોટ લગાવીને પોતાની ટીમની જીત પર મહોર મારી હતી.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: મિચેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર/કેપ્ટન), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલેલેજ, મહિષ થિક્ષાના, લાહિરુ મદશાન કુમારા, ડી.