Gujarat

Worldcup 2023: આવતીકાલે અમદાવાદમાં વર્લ્ડકપની પ્રથમ મેચ, લોખંડી બંદોબસ્ત ખડકાયો

ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે આવતીકાલે વર્લ્ડકપ 2023ની (Worldcup 2023) પ્રથમ મેચ ઈગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. વર્લ્ડકપ રમતા તમામ દેશોના કેપ્ટનો પણ ઓપનિંગ સેરેમનીમાં (Opening Ceremony) હાજર રહેવાના છે, ત્યારે સ્ટેડિયમની અંદર અને બહાર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમમાં અને બહાર અંદાજે 2000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

  • 2000થી વધુ પોલીસકર્મી તહેનાત, સ્ટેડિયમ આસપાસ ઘોડેસવાર પોલીસનું પેટ્રોલિંગ, ખેલાડીઓ માટે ગ્રીન કોરિડોર તૈયાર

આવતીકાલે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડકપની પ્રથમ મેચ રમનાર છે, ત્યારે આ મેચને લઈ શહેર પોલીસ દ્વારા અંદાજે 2000થી વધુ પોલીસકર્મીઓને ફરજ ઉપર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને ટીમના ખેલાડીઓને હોટલથી સ્ટેડિયમ અને સ્ટેડિયમથી હોટલ લઈ જવા લાવવા માટે ખાસ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસ પણ ફરજ બજાવશે. તાજેતરમાં જ ખાલિસ્તાનીઓ તરફથી મળેલી ધમકી અને દિલ્હીમાં પકડાયેલા આતંકીના ચોકાવનારા ખુલાસા બાદ વર્લ્ડકપની મેચો દરમિયાન સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ ગાંધીનગર સમિટ
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આગામી 10 થી 12 જાન્યુઆરી- 2024 દરમ્યાન 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લામાં પ્રિ-વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનો પ્રિ-વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ગાંધીનગર’, ગાંધીનગર જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૫ ઓક્ટોબરે સવારે 09:30 કલાકે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની પાછળ, રાયસણ, ગાંધીનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રદર્શન, ક્રેડિટ લિંકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, સ્ટાર્ટ-અપ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેમિનાર, બિઝનેસ બેઠકો ( B2B& B2C), ડિઝાઇન વર્કશોપ્સ, માર્કેટિંગ અને બ્રાંડિંગ વર્કશોપ્સ યોજાનાર છે.

Most Popular

To Top