વિશ્વમાં સૌથી વધુ શારીરિક ઊંચાઇ ધરાવતા કૂતરા તરીકે જેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સમાં નોંધાયું હતું તે ફ્રેડી નામના ૭ ફૂટ પ ઇંચ ઊંચા ગ્રેટ ડેન નસલના કૂતરાનું યુકે ખાતે તેના માલિકના ઘરમાં મૃત્યુ થયું છે.
બ્રિટનના એસેક્સ ખાતેના તેના ઘરે તેનું આઠ વર્ષની વયે મૃત્યુ થયું હતું. તેની માલિકણ ક્લેર સ્ટોનમેને પોતાના આ વહાલા કૂતરાને અંજલિ આપતા કહ્યું હતું કે તે મારો લાખોમાં એક હતો જેને આખું વિશ્વ ચાહતું હતું. આમ પણ ગ્રેટ ડેન નસલના કૂતરાઓ તેમની લંબાઇ માટે જાણીતા જ છે તેમાં ફ્રેડીની લંબાઇ તો ઘણી વધી ગઇ હતી. તે જ્યારે પોતાના પાછલા પગો પર બેસતો હતો ત્યારે તેની ઊંચાઇ ૭ ફૂટ કરતા વધુ થતી હતી. જો કે ગિનેસ બુકમાં તેની ઊંચાઇ ૩ ફૂટ અને ૪ ઇંચની નોંધવામાં આવી છે કારણ કે તેમાં કૂતરા ઉભેલા હોય તેવી અવસ્થાની ઊંચાઇ જ નોંધવામાં આવે છે પાછલા પગો પર બેસેલા હોય તે સમયની ઊંચાઇ નોંધવામાં આવતી નથી. તેના મૃત્યુનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. ગયા વર્ષે જ તેના સાતમા જન્મ દિનની ઉજવણી ઘરના બગીચામાં ધામધૂમથી કરવામાં આવી હતી.
વિશ્વના સૌથી ઊંચાં કૂતરાનું અવસાન
By
Posted on