સમગ્ર વિશ્વ (World) 2024ના નવા વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે વિશ્વના કેટલાક દેશો નવા વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની (New Year) ઉજવણી શરૂ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા નવા વર્ષમાં પ્રવેશી ચુક્યું છે. ભારત અને અન્ય દેશો આજે મધરાત 12 વાગ્યા પછી નવા વર્ષમાં પ્રવેશ કરશે. જોકે નવા વર્ષના સ્વાગત માટેની ઉજવણી 31 ડિસેમ્બરની સાંજથી જ શરૂ થઈ ગઈ હતી. મુંબઈ, દિલ્હી, ગોવા, મનાલી, કાશ્મીર શીમલામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યા હતા. દેશના મોટા શહેરોમાં ઠેર ઠેર નવ વર્ષની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો સંગીતના તાલે ઝૂમતા દેખાતા હતા.
નવા વર્ષને આવકારવા સમગ્ર વિશ્વ ઉત્સુક છે ત્યારે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શાનદાર આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે રાત્રે 12 વાગ્યા પછી ભારત અને વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. આ પહેલા દરેક વ્યક્તિ નવા વર્ષને આવકારવા માટે આ પાછલા વર્ષની સારી યાદોને યાદ કરવા અને ખરાબ યાદોને ભૂલી જવા માટે ઉત્સુક હતા. નવા વર્ષને આવકારવા દેશભરમાં તૈયારીઓ કરાઈ હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ભારતીય સમય અનુસાર સાંજથી નવા વર્ષની ઉજવણી શરૂ થઈ હતી. જ્યારે વિશ્વના કેટલાક દેશો એવા છે જે ભારતીય સમય અનુસાર 1 જાન્યુઆરીની સવારથી બપોર સુધીમાં નવા વર્ષમાં પ્રવેશ કરશે.
ઈન્ટરનેશનલ ડેટ લાઈન મુજબ અલગ-અલગ દેશો માટે અલગ અલગ સમય ઝોન નક્કી કરવામાં આવ્યા છે. આ ટાઈમ ઝોન પ્રમાણે દેશમાં સૌથી પહેલા નવું વર્ષ ઉજવવામાં આવે છે જ્યાં રાતના 12 વાગ્યા હોય છે. આવી સ્થિતિમાં કેટલાક દેશોમાં ભારતીય સમય અનુસાર 12 વાગ્યા પહેલા તો કેટલાક દેશોમાં રાતના 12 વાગ્યા પછી નવું વર્ષ શરૂં થશે. જેમકે દક્ષિણ આફ્રીકા, જર્મની, બ્રાઝીલ, યૂકે, યૂએસ વગેરે દેશોમાં ભારતીય સમય અનુસાર 1 જાન્યુઆરી સવારે નવું વર્ષ ઉજવાશે.